અલી ગોનીએ તેની લેડી લવના બર્થ ડે પર આપ્યું કિંમતી ગિફ્ટ

ફિલ્મી ફંડા

Mumbai: ટીવી અભિનેત્રી જાસ્મીન ભસીનનો આજે જન્મદિન છે અને આ સ્પેશિયલ દિવસને તેના બોયફ્રેન્ડ અલી ગોનીએ વધુ સ્પેશિયલ બનાવી દીધો છે. ફિલ્મી કાનાફૂસી દ્વારા મળેલી માહિતી અનુસાર અલીએ તેની લેડી લવને ગિફ્ટમાં ડાયમંડ રિંગ આપી છે. રિંગનો ફોટો શેર કરીને અલીએ લખ્યું હતું કે, હીરો ખાલી છોકરીઓ માટે જ કેમ? અમે પણ લઈ શરીએ છીએ. બર્થ ડે ગર્લ સાથે એક ખૂબ સુરત તસવીર શેર કરતાં અલીએ કેપ્શનમાં લખ્યું હતું કે, તુ તો બધુ જ છે, તુ નથી તો કંઈ નથી. જન્મદિવસની શુભકામના મારી સોલમેટ. અલ્લાહ તને જીવનની સારી ખુશી આપે, જે તુ ડિઝર્વ કરે છે.
બંનેએ જાસ્મીનના બર્થ ડે સેલિબ્રેશનના ફોટો તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં શેર કર્યા છે અને તેમના ચાહકોને ખૂબ જ પંસદ આવી રહ્યા છે. જાસ્મીને પણ અલીએ આપેલા ગિફ્ટની તસવીર શેર કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.