Homeફિલ્મી ફંડા500, 1000 નહીં આટલા કરોડની સંપત્તિનો માલિક છે આજનો બર્થડે બોય

500, 1000 નહીં આટલા કરોડની સંપત્તિનો માલિક છે આજનો બર્થડે બોય

કરણ જોહર… બી-ટાઉનનું એક એવું નામ છે કે જેની સાથે નેમ અને ફેમ તો જોડાયેલા જ છે, પણ એની સાથે સાથે કોન્ટ્રોવર્સી પણ એટલી જ જોડાયેલી છે. બોલીવૂડના સૌથી અમીર દિગ્દર્શકોની યાદીમાં તેના નામનો સમાવેશ થાય છે. એક એક્ટર તરીકે કરિયરની શરૂઆત કરનાર કરણે પછીથી ડિરેક્શનમાં ઝંપલાવ્યું અને એવું કહેવું જરા પણ અયોગ્ય નહીં ગણાય કે તેણે તેની કારકિર્દીમાં બેસ્ટ ફિલ્મો આપી છે.

આવો આ બી-ટાઉનનો રિચેસ્ટ ડિરેક્ટર કરણ જોહર આજે પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યો છે અને કરણને મોંઘી બ્રાન્ડના કપડાં પહેરવાનો ખૂબ જ શોખ છે, પણ શું તમે જાણો છો કે કરણ જોહર પાસે 100થી વધારે શૂઝનું કલેક્શન છે અને એની કિંમત જાણીને તમારા પગ તળેથી જમીન ખસી જશે. આવો જાણીએ કરણ જોહરની નેટવર્થ.

કરણ જોહરની કુલ નેટવર્થ 500, 1000 કરોડની નહીં પણ પણ આશરે 1777 કરોડની છે. જી હા, તમે સાવ સાચું સાંભળ્યું છે. દિગ્દર્શક અને નિર્માતા તરીકે કરણ જોહર જેટલી કમાણી કોઈ એક્ટર, એક્ટ્રેસ કે ડિરેક્ટર નથી કરી શકતો. તે દરેક ફિલ્મ માટે INR 3 કરોડની ફી ચાર્જ કરે છે અને તેની મંથલી ઈન્કમ આશરે $1.2 મિલિયન જેટલી હોવાનો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો છે. જેને ઈન્ડિયન રૂપીમાં કન્વર્ટ કરીએ તો તે 10 કરોડ રૂપિયા જેટલી થાય છે. કોઈ વ્યક્તિ એક વર્ષમાં એટલું નથી કમાઈ શકતો એટલું તો કરણ એક મહિનામાં જ કમાઈ લે છે. ટીવી એન્ડોર્સમેન્ટની વાત કરીએ તો એને માટે પણ તગડી ફી વસૂલે છે અને દરેક એન્ડોર્સમેન્ટ માટે 2 કરોડ રૂપિયાની ફી વસૂલે છે.

કરણ જોહરે વર્ષ 2021માં પોતાનો જ્વેલરી બિઝનેસ શરૂ કર્યો છે. જેનું નામ ત્યાની જ્વેલરી છે. આ બ્રાન્ડમાં, તે મોટે ભાગે પોલ્કી જ્વેલરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ બ્રાન્ડની વિશેષતા જ પોલ્કી જ્વેલરી છે અને આ જ્વેલરી બ્રાન્ડની શરૂઆતના બે વર્ષમાં જ કરણે મુંબઈમાં બે સ્ટોર ખોલી નાખ્યા હતા.

કરણે ફિલ્મ મેકિંગ. જ્વેલરી બિઝનેસની સાથે સાથે જ મુંબઈમાં કરણે એક રેસ્ટોરન્ટ પણ શરૂ કરી છે. મળી રહેલી માહિતી અનુસાર તેણે વર્ષ 2022માં ન્યુમા નામની પોતાની રેસ્ટોરન્ટ ખોલી છે. કરણની આ રેસ્ટોરન્ટ યુરોપિયન ફૂડ માટે જાણીતી છે.

જો લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલની વાત કરીએ તો તેનો મુંબઈમાં સી-ફેસિંગ ડુપ્લેક્સ બંગલો છે અને તેની કિંમત 32 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. તેનો બીજો બંગલો મલબાર હિલ્સમાં છે અને તેની કિંમત 20 કરોડ રૂપિયા જેટલી છે. આ ઉપરાંત બર્થડે બોય કરણને મોંઘીદાટ કારનો પણ ખૂબ જ શોખ છે અને તેના કલેક્શનમાં BMW 745, BMW 760, મર્સિડીઝ S ક્લાસ, Audi 8L, Mercedes Maybach S500, Jaguar XJ અને BMW 520d જેવી કારનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -