લગ્નના છ વર્ષ બાદ બિપાશા બાસુએ ગુડ ન્યુઝ આપ્યા, અભિનેત્રી માતા બનવાની છે

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

બોલીવૂડમાંથી શુભ સમાચાર જાણવા મળ્યા છે, જે જાણીને તમે પણ ઝૂમી ઉઠશો. બોલીવૂડ અભિનેત્રી બિપાશા બાસુ અને તેનો પતિ કરન સિંહ ગ્રોવર બોલીવૂડનું ફેવરિટ કપલ છે. બિપાશા હાલમાં પ્રેગનન્ટ હોવાની વાત જાણવા મળી છે. જોકે, બિપાશા અને કરણમાંથી કોઇએ આ વાતનું સમર્થન નથી કર્યું.
43 વર્ષીય બિપાશા પ્રેગનન્ટ છે. કપલ ટૂંક સમયમાં જ આ ગુડ ન્યુઝની જાહેરાત કરશે. કપલ હાલમાં આ સમય એન્જોય કરી રહ્યું છે અને તેઓ પેરેન્ટ્સ બનવા ઉત્સુક છે.
નોંધનીય છે કે બિપાશા અને કરને 2015માં આવેલી હોરર ફિલ્મ ‘અલોન’માં સાથે કામ કર્યું હતું. ફિલ્મના શૂટિંગ દરમિયાન જ બંને પ્રેમમાં પડ્યા હતા. એ સમયે કરન હજી પરિણીત હતો. તેણે તેની પત્ની જેનિફર વિન્ગેટને છૂટાછેડા આપ્યા હતા અને ત્યાર બાદ બિપાશા સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરન સિંહ ગ્રોવરે 2004માં ટીવી સિરિયલ કિતની મસ્ત હૈ જિંદગીથી કરિયરની શરૂઆત કરી હતી. 2015માં ફિલ્મ ‘અલોન’થી એણે બોલીવૂડ ડેબ્યુ કર્યું હતું. છેલ્લે 2020માં તે વેબ સિરિયલ ‘કૂબૂલ હૈ 2.0’માં જોવા મળ્યો હતો. બિપાશા બાસુ છેલ્લે 2015માં ફિલ્મ ‘અલોન’માં જોવા મળી હતી. ત્યાર બાદ તે કોઇ ફિલ્મમાં દેખાઇ નથી. 2020માં તે વેબસિરીઝ ‘ડેન્જરસ’માં જોવા મળી હતી.
બિપાશા બાસુ એના ફેશન સેન્સને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આ પહેલા પણ ઘણી વાર બિપાશા બાસુ પ્રેગનન્ટ હોવાની અફવા ઊડી હતી, પણ એ અફવા જ પુરવાર થઇ હતી. આશા રાખીએ આ વખતે બિપાશાના શુભ સમાચાર સાચા જ હોય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.