Homeફિલ્મી ફંડાલગ્નના 6 વર્ષ પછી માતા-પિતા બન્યા બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર

લગ્નના 6 વર્ષ પછી માતા-પિતા બન્યા બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર

આલિયા ભટ્ટ બાદ હવે બોલીવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ પણ માતા બની ગઈ છે. હા, બિપાશા બાસુ અને ટીવી અને ફિલ્મ અભિનેતા કરણ સિંહ ગ્રોવરના ઘરે લિટલ એન્જલનો જન્મ થયો છે. બિપાશાએ મુંબઈના ખારમાં આવેલી હિન્દુજા હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. ઘરમાં નાની રાજકુમારીના જન્મથી માતા-પિતાની ખુશીનો પાર નથી.


બિપાશાએ ઓગસ્ટમાં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં તેમના ઘરે એક નાનો મહેમાન આવશે. ત્યારથી, બિપાશા તેના પ્રશંસકો સાથે ઇન્સ્ટાગ્રામ પર તેની ગર્ભાવસ્થાની સફર શેર કરી રહી હતી. બિપાશાના બેબી શાવરની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી.
બિપાશા અને કરણના લગ્ન 30 એપ્રિલ, 2016ના રોજ મુંબઈમાં થયા હતા. છેલ્લા કેટલાક સમયથી બંને ઈચ્છતા હતા કે બાળકની કિલકારીઓ અને રડવાનો અવાજ તેમના ઘરમાં ગુંજે. આખરે તેમના જીવનમાં આ દિવસ આવી ગયો. દંપતીના ચાહકો અને સેલેબ્સ નવી મમ્મી બિપાશા અને નવા પપ્પા કરણને અભિનંદન આપી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular