BMCના 227 વોર્ડ જ રહેશે! વિધાન પરિષદમાં ઠરાવ પસાર, નાયબ મુખ્ય પ્રધાને આપ્યું નિવેદન

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ: અગાઉની મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકારે મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડની સંખ્યા વધારીને ૨૩૬ કરી હતી, જે નિર્ણયને એકનાથ શિંદેની સરકારે ઉલટાવીને મુંબઈ મનપાના ૨૨૭ વોર્ડ રાખવાનો ઠરાવ બુધવારે વિધાનસભામાં પસાર કરાવ્યો હતો, જેને ગુરુવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં પસાર કરવામાં આવ્યો હતો.

બુધવારે સત્તાવાર રીતે વિધાનસભામાં આ ઠરાવને પસાર કર્યો હતો. પાલિકાની ચૂંટણીઓ પૂર્વે અગાઉની એમવીએ સરકારે મુંબઈ મનપાના વોર્ડની સંખ્યા ૨૨૭થી વધારીને ૨૩૬ કરી હતી. આમ છતાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન્સ (એમેન્ડમેન્ટ) એક્ટ, ૨૦૨૨ને ઉલટાવીને બુધવારે વિધાનસભામાં ઠરાવને પસાર કરાવ્યો હતો.

આ મુદ્દે વિધાન પરિષદમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અગાઉની સરકારે મુંબઈની વસતિમાં કાલ્પનિક ફેરફાર કરીને વોર્ડની સંખ્યામાં વધારવાનો નિર્ણય લીધો હતો, પરંતુ કાલ્પનિક ફેરફાર ૨૦૨૧ની વધેલી વસતિના આધારિત હતું, જેના (વસતિગણતરી) આંકડાઓ ઉપલબ્ધ નથી. (પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.