Bilkis Bano Case: વિશ્વ હિંદુ પરિષદે બળાત્કારના દોષિતોનું ફૂલહારથી સ્વાગત કયું, કોંગ્રેસે વડાપ્રધાન પાસે માંગ્યો જવાબ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: ગુજરાત સરકારની માફી નીતિ હેઠળ જેલમાંથી મુક્ત થયેલા બળાત્કાર અને હત્યા કેસના 11 દોષિતોનું હિન્દુત્વવાદી સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદના(VHP) કાર્યાલય ખાતે પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. VHPના અરવિંદ સિસોદિયા દોષિત રાધેશ્યામનું ફૂલોહાર સાથે સ્વાગત કરતા હોય એવા ફોટો સામે આવ્યા છે.
કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ બુધવારે બિલકિસ બાનો કેસના દોષિતોની મુક્તિ પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પવન ખેરાએ પત્રકાર પરિષદમાં ગુજરાતની ભાજપ સરકાર પર અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું, “આ દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય ન્યાયતંત્રએ નથી લીધો પરંતુ સરકારે લીધો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 3 મહિનામાં નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. નિર્ણય શું હોવો જોઈએ તેનો કોઈ ઉલ્લેખ નથી. 1992ની માફી માટેની પોલિસી વેબસાઇટ પર ઉપલબ્ધ નથી. કારણ કે જે પોલિસીના આધારે દોષિતોને માફી આપાઈ એ તત્કાલીન મોદી સરકારે 8 મે, 2013 ના રોજ નાબૂદ કરી હતી. સામુહિક બળાત્કાર અને હત્યાના 11 દોષિતોને એવી પોલીસીને આધારે મુક્ત કરાયા જે છે જ નહિ.’
પવન ખેરાએ વધુમાં કહ્યું કે, જ્યારે આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી, ત્યારે CrPCની કલમ 345 મુજબ દોષિતોને માફી અંગેનો નિર્ણય ફક્ત રાજ્ય સરકાર ન કરી શકે. વડાપ્રધાન અને ગૃહપ્રધાન પાસેથી જાણવા માંગુ છું કે શું જેલમુક્તિ પહેલા તમારી પાસેથી પરવાનગી લેવામાં આવી હતી? જો નહીં, તો આ ગેરકાયદેસર કૃત્ય કરવા બદલ ગુજરાતના મુખ્યપ્રધાન સામે તમે શું પગલાં લેશો?
પવન ખેરાએ ગુજરાતના મુખ્યપ્રધાનને કહ્યું કે, “ગુજરાતના મુખ્યપ્રધાન જણાવે કે જેલની સલાહકાર સમિતિના સભ્યો કોણ છે, જેમણે ભલામણ કરી? આ ભલામણ ક્યારે આવી? 8 મે, 2013ની નવી પોલીસીની જાણકારી સુપ્રીમ કોર્ટને આપવામાં આવી હતી? નિર્ભયા કેસમાં માંગ કરનારાઓ આજે કેમ ચૂપ છે, અન્ય વિરોધ પક્ષો કેમ ચૂપ છે?”

“>

 

રાહુલ ગાંધીએ આ મામલે વડાપ્રધાન પર પ્રહાર કર્યા હતા. ગત સોમવારે સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મહિલાઓનું સન્માન એ ભારતની પ્રગતિ માટે મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તેમણે ‘નારી શક્તિ’ને સમર્થન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, ” 5 મહિનાની ગર્ભવતી મહિલા પર બળાત્કાર કરનાર અને તેની 3 વર્ષની બાળકીની હત્યા કરનારાઓને આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન મુક્ત કરવામાં આવ્યા છે. નારી શક્તિની પોકળ વાતો કરનારા દેશની મહિલાઓને શું સંદેશો આપી રહ્યા છે? વડાપ્રધાન, તમારી કથની અને કરણીનો ફરક આખો દેશ જોઈ રહ્યો છે.”

“>

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.