બિલ્કીસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટ દોષિતોની મુક્તિ વિરુદ્ધની અરજી પર સુનાવણી કરશે, ન્યાયની આશા જીવિત

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

ગત સ્વતંત્રતા દિવસે ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો(Bilkis Bano) પર સામુહિક બળાત્કાર અને તેના પરિવાર જનોની હત્યાના કેસમાં દોષિત 11 લોકોને(Convicts) ગુજરાત સરકારે છોડી મુકવાનો નિર્ણય કયો હતો. ત્યાર બાદ દેશભરમાં ગુજરાત સરકરની(Gujarat gov) ટીકા થઇ રહી છે. ત્યારે આ 11 દોષિતોની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં વહેલામાં વહેલી સુનાવણી કરવાની માંગ કરવામાં આવી છે. સીજેઆઈએ આ મામલાની સુનાવણીની મજુરી આપી દીધી છે. સીજેઆઈએ કહ્યું કે ટૂંક સમયમાં જ સુનાવણી શરુ કરાશે.
11 દોષિતોની મુક્તિ વિરુદ્ધ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસવાદી)(CPIM) ના સભ્ય સુભાષિની અલી અને અન્ય બે સભ્યો દ્વારા જાહેર હિતની અરજીની દાખલ કરવામ આવી હતી. સુપ્રીમ કોર્ટ સમક્ષ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ(Kapil Sibbal) અને એડવોકેટ અપર્ણા ભટે(Aparna Bhatt) વહેલી સુનાવણીની માંગ કરી છે. કપિલ સિબ્બલે કહ્યું કે આ મામલાની સુનાવણી બુધવારે જ થવી જોઈએ. તેમણે કહ્યું કે ગુજરાત સરકારે 14 લોકોની હત્યા અને ગર્ભવતી મહિલા પર ગેંગરેપના 11 દોષિતોને મુક્ત કર્યા છે.

દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયનો વિરોધ કરી રહેલી મહિલાઓ

નોંધનીય છે 2002 ગોધરા પછીના બિલ્કીસ બાનોના ગેંગ રેપ અને તેના પરિવારના સભ્યોની હત્યા માટે આજીવન કેદની સજા પામેલા તમામ અગિયાર દોષિતો 15 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારે તેમની માફી નીતિ હેઠળ મુક્તિની મંજૂરી આપ્યા પછી ગોધરા સબ-જેલમાંથી મુક્ત કરાયા હતા. એટલુ જ નહિ ત્યાર બાદ તેમનું મીઠાઈ ખવડાવી અને તિલક કરી સ્વગત કરાયું હતું. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા તેમને ફૂલહાર પહેરાવી આવકારવામાં આવ્યા હતા.
ગુજરાત સરકારના આ નિર્ણય બાદ બિલ્કિસ બનો આને તેમનો પરિવાર આઘાતમાં છે. બિલ્કીસ બાનોએ કહ્યું કે આ પગલાથી ન્યાયમાં તેમનો વિશ્વાસ ડગમગી ગયો છે. 15 ઓગસ્ટ, 2022 ના રોજ છેલ્લા 20 વર્ષનું દર્દ ફરી ઉભરી આવ્યું છે. જ્યારે મેં સાંભળ્યું કે 11 દોષિતો જેમણે મારા પરિવાર અને મારું જીવન બરબાદ કરી નાખ્યું અને મારી 3 વર્ષની દીકરીને મારી પાસેથી છીનવી લીધી એ આઝાદ થઈ ગયા છે, હું આઘાતમાં છું. હું એટલું જ કહી શકું છું કે એક સ્ત્રી સાથે આ રીતે ન્યાય કેવી રીતે થઈ શકે? મને મારા દેશની સર્વોચ્ચ અદાલત પર ભરોસો હતો, મને સિસ્ટમ પર વિશ્વાસ હતો. આ દોષિતોની મુક્તિથી મારા જીવનની શાંતિ છીનવાઈ ગઈ છે અને ન્યાયમાં પર વિશ્વાસ ડગમગી ગયો છે. મારું દુ:ખ અને ડગમગતો વિશ્વાસ માત્ર મારા માટે જ નથી, પરંતુ અદાલતોમાં ન્યાય માટે લડતી દરેક મહિલા માટે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.