Delhi: આજે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) બિસ્કીસ બાનો કેસના(Bilkis Bano) દેષીતોને જેલ મુક્ત કરવા મામલે સુનાવણી થઈ હતી. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને(Gujarat Gov) નોટિસ પાઠવી સમગ્ર મામલે જવાબ માંગ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી બે અઠવાડિયા પછી થશે. સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે(Kapil Sibbal) કહ્યું કે 14 લોકોની હત્યા અને ગર્ભવતી મહિલા પર સામૂહિક બળાત્કારના ગુનેગારોને છોડી દેવામાં આવ્યા.અમે ઇચ્છીએ છીએ કે આ અંગેનો રિપોર્ટ મંગાવવામાં આવે અને જાણવામાં આવે કે સમિતિએ કેવી રીતે દોષિતોને જેલમુક્ત કરવાની ભલામણ કરી. સામાજિક કાર્યકર સુભાશિની અલી સહિત ચાર લોકોએ આ કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને રદ કરવાની માંગ કરી છે.
દોષિતોના વકીલે તેનો વિરોધ કર્યો અને કહ્યું કે અરજદાર ત્રીજા પક્ષકાર છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે અરજદારને તમામ દોષિતોને પક્ષકાર બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. ઉપરાંત, હવે સુપ્રીમ કોર્ટ બિલકીલના 11 દોષિતોની મુક્તિની તપાસ કરશે. આ સંદર્ભે ગુજરાત સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગવામાં આવ્યો છે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ અજય રસ્તોગીએ કહ્યું કે સવાલ એ છે કે શું ગુનેગારો ગુજરાતના નિયમો હેઠળ મુક્તિના હકદાર છે કે નહીં? અમે ક્યાંક વાંચ્યું હતું કે સુપ્રીમ કોર્ટે છૂટા કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ ના, અમે માત્ર ગુજરાત સરકારને કાયદા મુજબ આગળ વધવાનું કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 2002ના ગુજરાત રમખાણો દરમિયાન ગોધરામાં 21 વર્ષીય ગર્ભવતી બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો અને તેના પરિવારના સાત સભ્યો સહીત 14 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં CBIએ કરેલી તપાસ બાદ કોર્ટે 12 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. તેમાંથી એકનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું અને 11 લોકોને જેલમાં મોકલવામાં આવ્યા હતા.
ગુજરાતની સરકારે ગત 15મી ઓગસ્ટે તમામ 11 દોષિતોને માફી આપી જેલમુક્ત કર્યા હતા. જે પછી વિવાદ શરૂ થયો હતો. કોર્ટના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા બિલકીસે ડર વિના જીવવાનો અધિકાર પાછો માંગ્યો હતો. બિલ્કીસ બાનોની મદદ માટે સામાજિક સંસ્થાઓ, વકીલો અને માનવ અધિકાર કાર્યકરોએ આગળ આગળ આવ્યા છે.

Google search engine