ફાલ્ઝ વાઇન સાઇકલ રૂટ પર બાઇક બેબી બાઇક…

વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

જ્યારે ગરમી અન્ો ઉનાળો લાંબો ચાલે એટલે તરત જ રાહતની ઇચ્છા અન્ો ફરિયાદોની વાતો ચાલુ થઈ જતી હોય છે, પણ જો અચાનક જ વધુ પડતી ઠંડક કે વધુ પડતો વરસાદ ચાલુ થઈ જાય તો પણ ફરિયાદોનો અંત નથી આવતો. જર્મનીમાં છેલ્લા અઠવાડિયામાં એવી ઠંડી ચાલુ થઈ ગઈ છે કે લોકોન્ો હળવા તડકાવાળા ઓટમનો આનંદ લેવાનો મોકો પણ નથી મળ્યો. જોકે, હજી ઘણાં એવી આશા રાખીન્ો બ્ોઠાં છે કે હજી બ્ો-ત્રણ અઠવાડિયાંની ગોલ્ડન તડકાવાળી ઓટમ આવશે અન્ો પછી શિયાળો વધુ સહૃા લાગવા માંડશે. હાલમાં તો ત્ોની શક્યતા લાગતી નથી. વળી આ વર્ષે એનર્જી ક્રાઇસિસમાં શિયાળો દર વર્ષ કરતાં અલગ માથાકૂટ લઇન્ો આવ્યો છે. યુરોપનો શિયાળો સહૃા બનાવતી હીટિંગ સિસ્ટમ મોટા પ્રમાણમાં ગ્ૉસ પર આધાર રાખે છે અન્ો રશિયન વોરમાં આ ગ્ૉસનો ભાવ બમણાથી વધુ થઈ ગયો છે. એટલું જ નહીં, લોકો શક્ય હોય ત્યાં સુધી હીટિંગ બંધ રાખીન્ો પ્લાન્ોટ બચાવવાનો આગ્રહ રાખી રહૃાાં છે અન્ો બીજી તરફ હીટિંગ નહીં ચલાવો તો તબિયત અન્ો ઘરનું બાંધકામ કઈ રીત્ો નુકશાન પામશે ત્ોના વિષે પણ મીડિયા ક્ધટેન્ટ આવી રહૃાો છે. એવામાં આ બધી માથાકૂટથી દૂર રહેવા માટે શક્ય એટલું બહાર નીકળી પડવાનું વધુ મજાનું લાગ્ો છે.
માઇન્ઝમાં પ્રિન્ટિંગ મ્યુઝિયમથી નીકળીન્ો ફાલ્ઝનાં વિનયાર્ડ્સ તરફ સાઇકલ લઈન્ો નીકળવા માટે માઇન્ઝ સ્ોન્ટરથી અન્ો રાઇન પ્રોમેનાડથી પસાર થવું પડ્યું. ત્ો સમયે હજી દુકાળ તરફ ગયેલો ઉનાળો ચાલુ હતો અન્ો નદી ખરેખર તકલીફમાં લાગતી હતી. સમાચાર એવા હતા કે ડોનાઉ નદીમાં તો બીજા વિશ્ર્વ યુદ્ધમાં ડુબાડાયેલી જર્મન વોર શિપ્સ ઊંડા તળિયે પડેલી હતી ત્ો પણ બહાર દેખાવા લાગી હતી. રાઇનમાં પણ ત્ો ગરમ વીકએન્ડ પર લોકો જ્યાં પણ શક્ય હતું ત્યાં પાણીમાં તરવા જ પડ્યાં હતાં. માઇન્ઝમાંથી બહાર નીકળતાની સાથે જ ફાલ્ઝનાં ખેતરો એવી રીત્ો ચાલુ થયાં કે બધી તરફ સિઝનલ પાક દેખાવા લાગ્યો. ક્યાંક પમકિન તો ક્યાંક ટમેટાં, કેબ્ોજ, લહેરાતું શાકભાજી જોઈન્ો જરા અલગ રિફ્રેશિંગ ફીલિંગ આવતી હતી. ફાલ્ઝન્ો આમ પણ જર્મનીની વેજિટેબલ બાસ્કેટ કહી બોલાવવામાં આવે છે. અહીંના તડકા, પાણી અન્ો માટીમાં કંઇક એવું છે કે રસ્તામાં સફરજન ખાઈન્ો વચ્ચેનો કોર ફેંકો તો ત્યાં પણ ઝાડ ઊગતાં વાર નથી લાગતી. ફાલ્ઝના સાઇકલના રસ્ત્ો એવાં ઘણાં ફ્રૂટનાં વૃક્ષો ઊગી નીકળેલાં છે. જોકે, ત્ોમાં ડ્રામેટિક વ્યૂ ઊભો કરવાનું કામ તો વિનયાર્ડ જ કરતાં હતાં. ઢોળાવો પર ઊગતી વાઇન અન્ો કાચીપાકી દ્રાક્ષન્ો તપાસતાં એક પછી એક ખેતર વટાવવામાં કયું ખેતર કયા વિન્ઝરનું છે ત્ો જોવા મળતું હતું. ઘણા ઠેકાણે વાઇન ટેસ્ટિંગ માટે એરો પણ લગાવેલાં હતાં. અડધાથી વધુ રસ્તો તો જર્મનીની વાઇન અન્ડરરેટેડ છે એ ચર્ચામાં જ નીકળી ગયો. જોકે, ફાલ્ઝની વાઇન વિષે ત્ોમ કહી શકાય ત્ોમ નથી. જર્મનીનો બિયર ભલે વધુ લોકપ્રિય હોય, સ્થાનિક લોકો બિયર કરતાં વધુ વાઇન પીવે છે. એમાંય ઉનાળાના અંત્ો ફેડરવાઇઝરની સીઝન આવે, ત્યારે ગ્રેપ જ્યૂસ વાઇન બન્ો ત્ો પહેલાં વચ્ચે ક્યાંક અનોખો સ્વાદ બનાવીન્ો બ્ોસ્ો છે. આ ફેડરવાઇઝર સાથે ઓનિયન કેકનું કોમ્બિન્ોશન ખાવા માટે પણ લોકો ગાંડા થાય છે. બરાબર પહેલા વરસાદમાં દાળવડાં કે ચાય પકોડાં ખાવા નીકળી પડેલાં લોકો જેવું. અમે ત્ો દિવસ્ો એક ટારગ્ોટ સાથે નીકળેલાં. ત્ો દિવસ્ો હજી ૮૦ કિલોમીટરમાંથી ૪૦ પ્ાૂરા થાય એટલે અમે લંચ અન્ો ડ્રિંક્સ માટે બ્રેક લેવાનાં હતાં. માઇન્ઝ પહોંચવા માટે જે રસ્તો લીધો હતો ત્ો નદીની બીજી તરફ અલગ જ રાજ્યમાં હતો. વળતાં જવાનો સાઇકલનો રસ્તો વાઇનના ઢોળાવો વચ્ચે થઈન્ો નીકળતો હતો. વળી ત્ો રવિવારે જાણે બાકીનાં ટૂરિસ્ટ પણ ફાલ્ઝનાં જ વિનયાર્ડથી ઘેરાયેલાં ગામડાંઓમાં જ સાઇટસીઇંગ કરવા અન્ો જમવા આવી પડ્યાં હોય ત્ોવી ભીડ હતી. વેધર પણ ન વધુ ગરમ ન વધુ ઠંડું, પરફેક્ટ હતું. જોતજોતામાં અમારા ૪૦ કિલોમીટર તો ક્યાં જતા રહૃાા ખબર પણ ન પડી. ક્યાંક ઐતિહાસિક ખંડેર પણ દેખાઇ જતાં હતાં અન્ો ક્યાંક અણધાર્યાં ટાવર દેખાતાં હતાં. આ રસ્ત્ો માણસો અન્ો ઘરો સાથે ખેતરોના કારણે માહોલ ધમધમતો હતો. ત્ોના પ્રમાણમાં જવાનો રસ્તો જરા વધુ પડતો શાંત અન્ો બોરિંગ લાગવા માંડેલો. વચ્ચે વચ્ચે સાઇકલિસ્ટ માટે લાકડાનાં રેસ્ટ હાઉસ પણ બનાવવામાં આવેલાં. અમારે ત્યાં બ્રેક લેવાની તો જરૂર ન પડી પણ ત્ોનો ફોટો પાડવા તો રોકાવું જ રહૃાું. અંત્ો ઘરે જવા માટે અમારે સાઇકલન્ો ફેરીમાં મૂકીન્ો વાઇનહાઇમ તરફ જવાનું હતું. રાઇનમાં ત્ો રસ્ત્ો ત્રણ ફેરી ક્રોસિંગ હતાં. અમે છેલ્લા ક્રોસિંગ સુધી ફાલ્ઝમાં જ રહેવાનાં હતાં. ઓપ્ોનહાઇમ પાસ્ો થોડું સાઇટસીઇંગ કરવાનું પણ થયું. ત્યાં બુર્ગ લાન્ડ્સ્ક્રોન પણ જોવા મળ્યો. અગિયારમી સદીથી અહીં કોઈ સ્વરૂપમાં કિલ્લો છે જ. આ ખંડેર સ્થાનિક જર્મન સાહિત્યમાં ઘણીવાર રેફરન્સ પામી જાય છે. કિલ્લાએ આ રૂટ પર અનોખી સાઇટ ઉમેરી દીધી હતી. ગર્ન્સહાઇમથી અમે રાઇન ક્રોસ કરી. એવું કરતા પહેલાં એક મજેદાર બિયરગાર્ટનમાં રોકાયાં. ફ્રેશ અનિયન કેકમાં જલસા થઈ ગયા. રાઇનના ઘણા કિનારાઓ પર બિયરગાર્ટનન્ો બીચનો ફીલ આપવા માટે રેતીમાં ડેક ચેરનું ડેકોર કરવાનું પ્રચલિત છે. નદી કિનારે દરિયા જેવી ફીલિંગ આવી જાય તો પ્રમાણમાં સાધારણ વીકએન્ડ વધુ આકર્ષક લાગવા માંડે. હવે ધીમે ધીમે થાક વર્તાવા લાગ્યો હતો. હજી ત્રીસ્ોક કિલોમીટર બાકી હતા ત્યારે થયું કે હવે ઘરે જતા પહેલાં આઇસક્રીમ તો જોઈશે જ. બ્ો દિવસમાં ૧૭૦થી વધુ કિલોમીટરની જર્ની એટલી સરળતાથી પ્ાૂરી થઈ કે હજી વધુ લાંબી સાઇકલ ટ્રિપ્સના પ્લાન બનવા લાગ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.