બિહારમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ! ADMનો વીડિયો વાયરલ થતાં રોષે ભરાયા લોકો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

બિહારની રાજધાની પટનામાં ADM કે કે સિંહનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ તિરંગો હાથમાં લીધેલા યુવકને ખૂબ જ મારે છે. ટ્વીટર પર આ વીડિયોને જોઈને લોકો રોષે ભરાયા છે અને કાર્યવાહીની માગણી કરી રહ્યા છે.મળતી માહિતી અનુસાર પટનાના ડાક બંગલા ચોક પર ટીચર કેન્ડિડેટ્સ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

YouTube player

તેમનું કહેવું હતું કે વર્ષ 2019થી અમને અંધારામાં રાખવામાં આવ્યા છે, સરકાર નોકરી માટેનું ખાલી આશ્વાસન આપી રહી છે. આ વિરોધ પ્રદર્શન વચ્ચે પોલીસકર્મીઓએ લાઠીચાર્જ શરૂ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં લોકો રોષે ભરાયા છે અને ADM કે કે સિંહ પર કડક કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે.

1 thought on “બિહારમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ! ADMનો વીડિયો વાયરલ થતાં રોષે ભરાયા લોકો

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.