શાળામાં રજા લેવા માટે બાળકો જુદા જુદા પ્રકારના બહાના બનાવતા હોય છે, પરંતુ બિહારમાં બાળકો કરતાં શિક્ષકો આ મામલે આગળ નીકળી ગયા હોય એવું લાગે છે. એક શિક્ષકે પોતાની અરજીમાં લખ્યું છે કે જમણવાર ખાધા પછી તેનું પેટ ખરાબ થઈ જશે… રજા આપો, જ્યારે બીજા શિક્ષકે લખ્યું હતું કે મારી માતાનું મૃત્યુ 5 ડિસેમ્બરે થશે, તેથી મને રજા જોઈએ છે.
મળતી માહિતી અનુસાર બિહારના બાંકામાં સરકારી શાળાઓના શિક્ષકોને એક આદેશ કહેવામાં આવ્યો છે કે જો તેમને કેઝ્યુઅલ રજા લેવી હોય તો ઓછામાં ઓછા 3 દિવસ પહેલાં અરજી કરવી પડશે. આ સૂચનાનો શિક્ષકોએ પણ વિરોધ શરૂ કર્યો છે. વિરોધ વ્યક્ત કરવા ઘણા શિક્ષકોએ વિવિધ બહાનાં કરીને અરજી કરી છે, જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.