Bihar politics: બપોરે 2 વાગ્યે નીતીશ કુમાર 8મી વખત સીએમ તરીકે શપથ લેશે, ગૃહમાં સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરાશે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભાજપથી(BJP) છેડો ફાડ્યા બાદ નીતિશ કુમારે RJDના અધ્યક્ષતા વાળા પક્ષોના ‘મહાગઠબંધન’ સાથે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે. બિહારમાં(Bihar) ગઠબંધન સરકારની રચના બાદ આજે 2 વાગ્યે નીતિશ કુમાર(Nitish Kumar) મુખ્યપ્રધના તરીકે તથા તેજસ્વી યાદવ(Tejasvi Yadav) ઉપ મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે. આ દરમિયાન બિહાર વિધાનસભા ગૃહની અંદર રાજકારણ ગરમાયું છે. મહાગઠબંધનની સરકાર ગૃહમાં હાલ સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરશે. મળતી માહિતી મુજબ, ટુંક સમયમાં સચિવ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ આપવામાં આવશે. ડાબેરી પક્ષો સરકારમાં સામેલ થશે કે નહીં તે આજે નક્કી થશે. કેટલાક સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે છ મંત્રીઓ પણ શપથ લેશે.
ભાજપથી આલગ થયા બાદ ભાજપના નેતાઓએ JDU અને નીતીશ કુમાર પર આક્ષેપો કરવાના શરુ કર્યા છે. કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે નીતિશ કુમાર પર પ્રહાર કરતા કર્યું કે, બિહારમાં દારૂબંધી બાદ બિહાર સરકારને મળનારી તમામ આવક દારૂ માફિયાઓને જાય છે, જેનો ઉપયોગ JDU પોતાની પાર્ટીને જીવંત રાખવા માટે કરે છે, આજે દારૂબંધીનો કાયદો હટાવી દેવામાં આવશે તો કાલે JDU ખતમ થઈ જશે. દારૂ પર પ્રતિબંધ બાદ જેડીયુને મળતા દાનમાં અભૂતપૂર્વ વધારો થયો છે.

“>

નીતિશ કુમાર ગઈકાલે રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળ્યા હતા અને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. નીતીશ કુમાર મંગળવારે બે વખત રાજ્યપાલને મળ્યા હતા પ્રથમ વખત તેમણે એનડીએ ગઠબંધનનું નેતૃત્વ કરતા મુખ્યપ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું. જ્યારે બીજી વખત તેજસ્વી યાદવ સહિત વિપક્ષી મહાગઠબંધનના અન્ય સહયોગીઓ સાથે રાજભવન ગયા અને રાજ્યપાલને 164 વિધાનસભ્યોના સમર્થનની યાદી સોંપી હતી.
પૂર્વ વડાપ્રધાન અને જનતા દળ સેક્યુલરના પ્રમુખ એચડી દેવગૌડાએ બિહારની રાજકીય પરિસ્થિતિ પર ટ્વીટ કર્યું, ‘જ્યારે જનતા દળ એક હતું, તેણે ત્રણ વડાપ્રધાન આપ્યા, હું મારી ઉંમરના છેલ્લા તબક્કામાં છું, પરંતુ જો નવી પેઢી નક્કી કરે તો. તે (જનતા દળ) દેશને સારો વિકલ્પ આપી શકે છે.’
ત્યારે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું હતું કે નીતીશ કુમારનો પોતાનો એજન્ડા છે. તેમનો એજન્ડા દેશના પીએમ બનવાનો છે.ભારતમાં પીએમ પદની જગ્યા ખાલી નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.