કળયુગનો શ્રવણકુમાર! માતા-પિતાને શ્રવણની જેમ કાવડમાં બેસાડીને શરૂ કરી કાવડ યાત્રા

દેશ વિદેશ

દરેક માતા પિતા તેમના દિકરાને શ્રવણકુમાર બનાવવા માંગે છે ત્યારે બિહારના એક યુવકે તેના માતા-પિતાની આ ઈચ્છા પૂરી કરી છે. બિહારમાં રહેતા ચંદનકુમાર તેના માતા-પિતાને શ્રવણની જેમ કાવડમાં બેસાડીને સુલતાનગંજ ગંગા ઘાટથી જળ લઈને તેઓ પરિવાર સાથે બાબા વૈદ્યનાથ મંદિર માટે નીકળ્યાં છે. આ 105 કિમી યાત્રામાં ચંદન કુમારની પત્ની અને બે બાળકો પણ સહભાગી થયા છે.
રવિવારે સુલતાનગંજથી જળ ભરી દેવઘર માટે પ્રસ્થાન કર્યું હતું. ચંદનકુમારે કહ્યું હતું કે ‘અમે દર મહિને સત્યનારાયણ વ્રતનું પૂજન કરી છીએ. એ સમયે મનમાં એવી ઈચ્છા થઈ કે માતા અને પિતાજીને બાબાધામ ચાલીને તીર્થ યાત્રા કરાવવામાં આવે. મેં મારી પત્ની રાણી દેવીને કહ્યું તો તેણે પણ આ કાર્યમાં ભાગીદાર થવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યાર બાદ મેં નિર્ણય કર્યો કે માતા-પિતાને કાવડમાં બેસાડીને અમારા ખભાના બળે આ યાત્રા સફળ કરાવીશ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.