બિહારના શિક્ષણ પ્રધાન પ્રોફેસર ચંદ્રશેખરે રામચરિતમાનસ અંગે આપેલા વિવાદિત નિવેદન અંગે હોબાળો મચ્યો છે. માફી માંગવાની માંગ વચ્ચે પ્રોફેસર ચંદ્રશેખર પોતાની વાત પર અડગ રહ્યા છે. તેમણે કહ્યુકે જેમણે અન્યાય કર્યો છે તેમને માફી માંગવી જોઈએ.
પ્રોફેસર ચંદ્રશેખરે પટનામાં રામચરિતમાનસ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. તમામ રાજકીય પક્ષોએ તેમના નિવેદનની નંદા કરી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પણ આ નિવેદન પર ટ્વિટ કરીને સવાલો ઉઠાવ્યા છે.
ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે બિહારના શિક્ષણ મંત્રીએ કહ છે કે ‘રામચરિતમાનસ’ નફરત ફેલાવે એવું પુસ્તક છે. થોડા દિવસો પહેલા જગદાનંદ સિંહે રામ જન્મભૂમિને ‘નફરતની ભૂમિ’ ગણાવી હતી. આ કોઈ સંયોગ નથી. આ વોટબેંકનો ધંધો છે.
આ મામલે અયોધ્યાના મહંતે પણ પ્રતિક્રિયા આપતા પ્રોફેસર ચંદ્રશેખરને પ્રધાન પદ પરથી બરતરફ કરવાની પણ માંગ કરી હતી. મહંતે ધમકી આપતા કહ્યું કે જે વ્યક્તિ બિહારના શિક્ષણ પ્રધાનની જીભ કાપી લાવશે તેને 10 કરોડ રૂપિયાનું ઈનામ અપાશે.
પ્રોફેસર ચંદ્રશેખરે કહ્યું હતું કે રામચરિતમાનસ પુસ્તક સમાજમાં નફરત ફેલાવતું પુસ્તક છે. તે સમાજના પછાત, મહિલાઓ અને દલિતોને શિક્ષણ મેળવતા અટકાવે છે. બાબાસાહેબ આંબેડકર પણ મનુસ્મૃતિની વિરુદ્ધ હતા. મનુસ્મૃતિ પછી રામચરિતમાનસે આ નફરતની પરંપરા આગળ વધારી છે.
તેમણે રામચરિતમાનસનની એક પંક્તિ પંક્તિ ‘पूजहि विप्र सकल गुण हीना, शुद्र न पूजहु वेद प्रवीणा’ સંભળાવી હતી. એનો અર્થ વિષે તેમણે કહ્યું કે આ ચોપાઈનો અર્થ છે કે બ્રાહ્મણ ગમે તેટલો જ્ઞાન-ગુણોથી રહિત હોય, તેની પૂજા કરવી જ જોઈએ અને શુદ્ર ગમે તેટલો વિદ્વાન હોય, તેનું સન્માન કદી થઈ શકતું નથી.