બિહારના મુખ્ય પ્રધાન કોરોના સંક્રમિત

દેશ વિદેશ

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેઓ છેલ્લા ચાર દિવસથી તાવથી પીડાતા હતા. જોકે, આજે તેમને કોરોના થયો હોવાની પુષ્ટિ થઇ હતી. આ પહેલા સોમવારે સોલિલિટર જનરલ તુષાર મહેતા કોરોના સંક્રમિત હોવાના સમાચાર આવ્યા હતા.
નીતિશ કુમાર છેલ્લા કેટલાક દિવસથી જાહેર કાર્યક્રમોમાં દેખાઇ નહોતા રહ્યા. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વિદાય સમારંભમાં હાજરી નહોતી આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના શપથ ગ્રહણ સમારંભમાં પણ તેઓ ઉપસ્થિત નહોતા રહ્યા. તેને કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ ભાજપથી નારાજ છે. જોકે, હવે તેઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળતા બધી અટકળો પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.