બિહારમાં રાજકીય ઉથલપાથલ બાદ નીતિશ કુમારે મહાગઠબંધન સાથે મળીને ફરી એક વાર પોતાની સરકાર બનાવી છે ત્યારે મંગળવારે નિતીશ કેબિનેટના 31 પ્રધાનોએ શપથ લીધા હતાં, જેમાં સૌથી વધુ યાદવ સમુદાયના પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત દલિત-સ્વર્ણના છ-છ પ્રધાનોને સ્થાન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં મુસ્લિમ સમુદાયના પાંચ નેતાઓને પણ પ્રધાનમંડળમાં જગ્યા આપવામાં આવી છે. ભૂમિહાર અને રાજપૂત સમુદાયના નેતાને પણ પ્રતિનિધિત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર ગૃહ વિભાગ નીતિશ કુમારના ખાતામાં આવ્યું છે ત્યારે લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજસ્વી યાદવને આરોગ્ય ખાતું આપવામાં આવ્યું છે.

જુઓ નિતીશ કેબિનેટના પ્રધાનો અને તેમને મળેલા ખાતા

 

Google search engine