આજે રાત્રે થશે સુપરમૂનના દર્શન

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

આજે એટલે કે 13મી જુલાઇએ રાત્રે બાર વાગ્યાની આસપાસ સુપરમૂન દેખાશે. સુપરમૂન એક ખગોળીય ઘટના છે, જેમાં ચંદ્ર, પૃથ્વીની સૌથી નજીક આવે છે, તેથી તે સામાન્ય કરતા વધુ મોટો દેખાય છે. સુપરમૂન સાથે આજે અષાઢ શુકલ પક્ષની પૂર્ણિમા પણ છે, જેને ગુરુ પૂર્ણિમાના નામનથી પણ ઓળખવામાં આવે છે.
નાસાના રિપોર્ટ અનુસાર સુપરમૂન બેથી 3 દિવસ સુધી દેખાશે. ભારતીય સમય અનુસાર તે આજે 12.08 વાગ્યે દેખાશે. આ સતત ત્રણ દિવસ સુધી નજરે ચડશે. આજે ચંદ્ર પૃથ્વીથી લગભગ 3,57,264 કિ.મી.ના અંતરે રહેશે.

13મી જુલાઇએ થનારા સુપરમૂનને બક મૂન નામ આપવામાં આવ્યુ છે. આનું નામ હરણના નામ પર એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે આ સમયગાળામાં હરણના માથા પર નવા શિંગડા ઉગે છે.
સુપરમૂનની અસર સમુદ્ર પર પણ જોવા મળશે. સુપમૂનને કારણે સમુદ્રમાં ઊંચે સુધી ઉછળશે. તટીય વિસ્તારોમાં તોફાન આવી શકે છે અને પૂરની સ્થિતિ પેદા થઇ શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.