ભારત અને શ્રી લંકાની વચ્ચે ટવેન્ટી-20 સિરીઝની પહેલી મેચ આજે મુંબઈમાં સાત વાગ્યે યોજાશે. આ મેચ પહેલા બીસીસીઆઈએ સૌથી મોટો નિર્ણય લીધો છે, જેમાં સિલેક્શન કમિટીએ સુપરફાસ્ટ બોલર બુમરાહને વનડે મેચ માટે સામેલ કર્યો છે.
અલબત્ત, બંને દેશ વચ્ચે દસમી જાન્યુઆરથી શરુ થનારી ત્રણ વનડેની સિરીઝ મેચ રમાડવામાં આવશે. આ વન-ડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં સુપરફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમમાં પરત ફર્યો છે, જેથી ટીમ ઈન્ડિયાને ફાસ્ટ બોલરનો વધુ એક વિકલ્પ મળી રહેશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
ઈજાને કારણે સપ્ટેમ્બર, 2022થી ટીમ ઈન્ડિયામાં એક પણ મેચ બુમરાહ રમી શક્યો નથી. હવે નેશનલ ક્રિકેટ અકેડેમી તરફથી ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધું છે, તેથી બીસીસીઆઈની પસંદગી સમિતિએ બુમરાહને શ્રી લંકા સામેની ત્રણ વનડે સિરીઝ મેચ માટે સામેલ કર્યો છે.
Ind Vs SL: શ્રી લંકા સામેની વનડે સિરીઝ પૂર્વે ટીમ ઈન્ડિયામાં સૌથી મોટો ફેરફાર, આ ફાસ્ટ બોલર કરશે કમ-બેક
RELATED ARTICLES