ટીવી જગતનો બહુચર્ચિત અને વિવાદોમાં ઘેરાયેલા રિયાલિટી શો બિગબોસમાં સ્પર્ધકોના પ્રાઈવેટ મોમેન્ટ્સ પણ વાયરલ થઈ જતાં હોય છે ત્યારે હાલમાં જ એક એવી ઘટના વાયરલ થઈ રહી છે. એક એપિસોડમાં જ્યારે સૌંદર્યા શર્મા બાથરૂમમાં ન્હાતી હતી ત્યારે તેણે દરવાજો અંદરથી લોક કર્યો નહોતો અને આ દરમિયાન શાલિન પણ ન્હાવા જતો હતો. જોકે, તેને ખ્યાલ નહોતો કે બાથરૂમની અંદર સૌંદર્યા છે અને તેણે ભૂલથી બાથરૂમનો દરવાજો ખોલી નાખ્યો હતો.
શાલીને થોડોક જ દરવાજો ખોલ્યો હતો અને સૌંદર્યા દરવાજો પકડી રાખે છે અને બૂમો પાડીને કહે છે કે દરવાજો ખખડાવી શકતો નથી? સૌંદર્યાનો અવાજ સાંભળીને શાલીન થોડો ડરી જાય છે અને ચોખવટ કરે છે કે તેને ખ્યાલ નહોતો કે અંદર કોઈ છે.
શિવ ઠાકરેએ સૌંદર્યાની મજાક ઉડાવી હતી. જ્યારે સૌંદર્યા બાથરૂમમાંથી બહાર આવી ત્યારે તેણે મસ્તીમાં કહ્યું હતું કે આખરે દરવાજો બંધ ના કરવાનું કારણ શું છે? સૌંદર્યાએ આ આખી ઘટનાને લાઇટલી લીધી હતી અને શિવની વાત સાંભળીને હસી પડી હતી. તેણે આ વાતનો બહુ મોટો મુદ્દો બનાવ્યો નહોતો.
Bigg Boss 16: સૌંદર્યા શર્મા ન્હાતી હતી ત્યારે શાલીને કર્યું એવું કે…
RELATED ARTICLES