રિયલ લાઈફમાં બોલ્ડ પ્રિયંકાને આવા અંદાજમાં ક્યારેય તમે જોઈ નહીં હોય…
મુંબઈઃ આજે સલમાન ખાનના હોસ્ટવાળી સિરિયલ બિગ બોસના ફાઈનલ વિજેતાને જાહેર કરવામાં આવશે. સલમાન ખાનના શો બિગ બોસ 16નો ગ્રાન્ડ ફિનાલે છે ત્યારે ફાઈનલમાં પ્રિયંકા ચહર ચૌધરી, શિવ ઠાકરે, એમસી સ્ટેન, શાલિન ભનોટ અને અર્ચના ગૌતમનો સમાવેશ થાય છે, ત્યારે સોશિયલ મીડિયા પર વિજેતા અંગે લોકોની ઉત્સુકતા વધી છે. અત્યારે લખાય છે ત્યારે ટ્રેન્ડમાં પણ પ્રિયંકા જોવા મળી રહી છે ત્યારે રિયલ લાઈફમાં પ્રિયંકા બ્યુટિફૂલ છે. એટલું જ નહીં, ટેલિવિઝનના શોમાં જોવા મળતી સંસ્કારી પ્રિયંકા ચહરની તસવીરો જોરદાર વાઈરલ થઈ રહી છે અને જેને ચાહકોએ પણ વખાણી છે.
આજે રાતે આ શોના વિજેતાની જાહેરાત કરવામાં આવશે ત્યારે પાંચ કન્ટેસ્ટન્ટમાં સ્થાન મેળવનારી પ્રિયંકા આ શો જીતવાની જોરદાર સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ ટિવટર પર લગભગ 2,39,00 જેટલા ટિવટમાં પ્રિયંકાની ફેવર કરવામાં આવી છે. લાખો ટિવટમાં તેને જીતીને આવવાની લોકોએ શુભેચ્છાઓ પણ આપી છે.
Beauty is power ,a smile is its sword.
PRIYANKA OWNS TROPHY
JEET KI HAQDAR PRIYANKA pic.twitter.com/51pmOZlnV7— Priyanka Chahar Choudhary™ (@Priyanka__TM) February 6, 2023
ઈન્સ્ટાગ્રામ પર પણ તેના લાખો ફોલોઅર છે. તે પોતાની વ્યક્તિગત લાઈફને પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરે ત્યારે લાખો લોકોને તેને લાખો લોકો લાઈક કરવાની સાથે હજારો લોકો કમેન્ટ કરતા પણ અટકતા નથી. ટીવી ધારાવાહિકમાં સંસ્કારી વહૂનો અભિનય કરનારી પ્રિયંકા ચહર ચૌધરી રિયલ લાઈફમાં પણ ગ્લેમરસની સાથે બોલ્ડ છે.
પ્રિયંકા ચહર ચૌધરી પરણેલી છે તથા સિરીયલમાં પણ કામ કરી ચૂકી છે અને તે સૌથી વધુ જાણીતી તો ટીવી સિરીયલ ઉડારિયામાંથી મળી હતી. આ શો પછી બિગ બોસના શોમાં ડાયરેક્ટ એન્ટ્રી થઈ હતી. 26 વર્ષની પ્રિયંકા મૂળ રાજસ્થાનના જયપુરની છે અને અભ્યાસ કર્યા પછી અભિનેત્રી બનવા માટે મુંબઈ આવી હતી.
View this post on Instagram