ભુજથી 100 કિલોમીટર દુર આવેલા ખાવડા નજીક પથ્થરોની ખાણમાં ખોદકામ દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી હતી. હિટાચી અને બોલડોઝર વડે ખનન થઇ રહ્યું હતું ત્યારે ત્યારે અચાનક એક મોટી ભેખડ ધસી પડતા શ્રમિકો દટાયા હતા. એક શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે. એક શ્રમિકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હજુ બે શ્રમિકો પથ્થરો નીચે દટાયા હોવાની આશંકા છે. હાલ બચાવ કાર્ય પ્રગતીમાં છે.


મળતી માહિતી મુજબ ખાવડા નજીકના રતળિયા પાસે આવેલા મોટા પૈયા ગામમાં આવેલી એક પથ્થરની ખાણમાં શુક્રવાર સાંજે 6.30ની આસપાસ આ ઘટના બની હતી. ખનન કામગીરી દરમિયાન 40થી 50 ફૂટની ઊંચી ભેખડ ઘસી પડી હતી. પથ્થરો નીચે દટાઈ જતા હિટાચી અને બુલડોઝર જેવા મશીનોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. પથ્થરોનો પ્રચંડ ધક્કો લાગતા લોડીંગ માટે બાજુમાં ઉભેલા ટ્રક પણ પલટી મારી ગયા હતા. ભેખડ પડતા ધૂળની ડમરીઓ ઊડવા લાગી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
ઘટનાને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 6થી 7 હિટાચી મશીન દ્વારા પથ્થરો હટાવવામાં આવી રહ્યા છે અને દટાયેલા બે શ્રમિકોની શોધખોળ ચાલુ છે. ઘટનામાં ઘાયલ એક શ્રમિકની ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
દુર્ઘટમાં કોન્ટ્રાકટ કંપનીની બેદરકારી સામે આવી છે. સલામતીના નિયમો નજરઅંદાજ કરી ખાણમાં ક્રમસરના બદલે સળંગ પથ્થરનું ખોદકામ કરાઈ રહ્યું હતું. વિસ્તારમાં 6થી 7 સ્થળે ખાણ માટેની લીઝ મંજૂર થઈ છે. લીઝ સિવાયના વિસ્તારમાં બેરોકટોક ખોદકામ ચાલી રહ્યું છે, જેને લઈ સર્જાયેલી દુર્ઘટનામાં ગરીબ શ્રમિકનો ભોગ લેવાયો છે.
કચ્છમાં મોટી દુર્ઘટના: પથ્થરોની ખાણમાં ભેખડ ધસી પડી, 4 શ્રમિકો દટાયા, એકનું મોતhttps://t.co/XERT371MUy#kutchtragedy #mineaccident #gujaratinews #mumbaisamachar #newsupdate pic.twitter.com/UNX6PgjVTl
— Mumbai Samachar Official (@Msamachar4u) December 24, 2022