જીએસટી કલેક્શનમાં ભારત સરકારે મોટી સફળતા હાંસલ કરી છે. ડિસેમ્બર મહિનામાં જીએસટી કલેક્શનના આંકડામાં 15% નો વધારો થયો છે. નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ ડિસેમ્બરમાં જીએસટીની આવક ₹1.49 લાખ કરોડને વટાવી ગઈ છે. કેન્દ્રીય નાણામંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે કે ડિસેમ્બર મહિનાની કુલ જીએસટી આવક ₹1,49,507 કરોડની થઈ છે, જેમાં 26,711 કરોડ સીજીએસટી, 33,357 કરોડ એસજીએસટી, 78,434 કરોડ આઈજીએસટી અને 11,005 કરોડ સેસની આવક છે.
નવેમ્બર 2022 માં જીએસટી કલેક્શન 1.46 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
ડિસેમ્બર મહિનાની જીએસટીની આવકમાં ડિસેમ્બર 2021 કરતા 15% નો વધારો નોંધાયો છે. સળંગ 10 માં મહિને જીએસટી કલેક્શન 1.40 લાખ કરોડને પાર થઈ ગયું છે. જીએસટી કલેક્શનમાં વૃદ્ધિ દર્શાવે છે કે મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓ અને ગ્રાહકોની માગમાં સુધારો થઈ રહ્યો છે.