નિક્કી યાદવ હત્યા કેસમાં જેમ જેમ તપાસની પ્રક્રિયા આગળ વધી રહી છે તેમ તેમ રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે નિક્કી યાદવની હત્યાના મુખ્ય આરોપી સાહિલના પિતાને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તેમની તપાસ દરમિયાન પોલીસને ખબર પડી છે કે સાહિલના પિતા વીરેન્દ્ર સિંહની 25 વર્ષ પહેલા હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસ સતત કેસની તપાસમાં લાગેલી છે. 17 ફેબ્રુઆરીના રોજ પોલીસે સાહિલના પિતા, વીરેન્દ્ર, બે પિતરાઈ ભાઈ આશિષ અને નવીન અને બે મિત્રો અમર અને લોકેશને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કર્યા હતા. સાહિલ અને તેના પિતાને પણ ઢાબા પર લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓએ નિકીની લાશને ફ્રીજમાં રાખી હતી.
સાહિલના મિત્રોએ જણાવ્યું હતું કે નિક્કી અને સાહિલ લાંબા સમયથી લગ્ન કરવા માંગતા હતા અને આખરે ગ્રેટર નોઈડામાં વર્ષ 2020માં તેમના લગ્ન થયા હતા. એટલે જ પોલીસ આરોપી સાહિલને નોઈડાના ઘરે લઈ ગઈ હતી જ્યાં તે રહેતો હતો. તેના પડોશીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી.”
અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે નિકીના પરિવારના સભ્યોને તેના લગ્નની જાણ હતી, જોકે તેઓ શરૂઆતથી જ તેનો ઇનકાર કરતા આવ્યા છે. પોલીસે આ મામલે તેમનું નિવેદન પણ નોંધ્યું છે. પોલીસ હાલમાં આરોપીઓના ફોન લોગ અને ડેટાને સ્કેન કરી રહી છે. જેથી એ જાણી શકાય કે આ કાવતરામાં કોણ સામેલ હતું અને કેવી રીતે પ્લાનિંગ કર્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ત્રણ વર્ષ પહેલા સાહિલઅને નિક્કીના લગ્ન મંદિરમાં થયા હતા અને નિક્કીએ તેના પરિવારના સભ્યોને લગ્નમાં આવવા આમંત્રણ આપ્યું હતું. જોકે, અલગ-અલગ જાતિના હોવાને કારણે આ લગ્ન નિક્કીના પરિવારના સભ્યોને મંજૂર નહોતા. દરમિયાન પોલીસે સાહિલના પિતા, પિતરાઈ ભાઈ અને બે મિત્રોની સંડોવણીની પણ જાણ થતાં પોલીસે તેમની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.