Homeઆપણું ગુજરાતમોરબી દુર્ઘટના મામલે મોટા સમાચાર

મોરબી દુર્ઘટના મામલે મોટા સમાચાર

ઓરેવાના માલિક જયસુખ પટેલ સામે ધરપકડ વોરંટ

મોરબી બ્રિજ હોનારત કેસમાં મહત્વના સમાચાર આવ્યા છે. પોલીસે અજંતા-ઓરેવાના માલિક જયસુખ પટેલવિરુદ્ધ ધરપકડનું વોરંટ જારી કર્યું છે. હાઈકોર્ટના કડક વલણ બાદ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસે પટેલ સામે લુકઆઉટ સરક્યુલર પણ બહાર પાડ્યું છે. જયસુખ પટેલે આગોતરા જામીન માટે અરજી કરી છે. અને અરજી પર સુનાવણી 1 ફેબ્રુઆરીએ થશે.
મહત્વનું છે કે, મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઝુલતો પુલ ધરાશાયી થતાં 135 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી જયસુખ પટેલ ધરપકડ ટાળી રહ્યો હતો અને તેની પૂછપરછ માટે મોકલવામાં આવેલા તમામ સમન્સની તેણે અવગણના કરી હતી. ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને આરોપી ગણાવવામાં આવ્યો છે. આ ચાર્જશીટ આવતા અઠવાડિયે ફાઈલ કરવામાં આવશે. જયસુખ પટેલ ભૂગર્ભમાં ચાલી ગયો છે અને દુર્ઘટના બાદ ક્યારેય સામે આવ્યો નથી.
મોરબીની કોર્ટે પટેલની જામીન અરજી પરની સુનાવણી 1 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે કારણ કે ફરિયાદ પક્ષે જવાબ દાખલ કરવા સમય માગ્યો હતો. લગભગ 10 પીડિતોના પરિવારો શનિવારે તેમના એડવોકેટ દિલીપ અગેચાનિયા મારફતે મોરબી કોર્ટમાં હાજર થયા હતા અને જયસુખ પટેલના આગોતરા જામીનનો વિરોધ કરવા માટે પક્ષકાર બનવા માટે અરજી કરી હતી.
ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝુલતા પુલનું રિનોવેશન કર્યું હતી. 26 ઑક્ટોબરથી મોરબીનો ઝુલતો પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેની મજબૂતાઇની 12-15 વર્ષની ગેરંટી આપવામાં આવી હતી, પણ તે 5 દિવસમાં જ તૂટી ગયો હતો અને 135 લોકો કાળના મુખમાં હોમાઇ ગયા હતા. દુર્ઘટના બાદ જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular