ઈરાન પ્રવાસ પર પુતિનને બદલે તેમનો ‘ડુપ્લિકેટ’ ગયો હતો, યુક્રેનના ઈન્ટેલિજન્સ ચીફનો દાવો

દેશ વિદેશ

યુક્રેનના ઈન્ટેલિજન્સ ચીફનું કહેવું છે કે ઈરાનની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન તેમના જેવા દેખાતા ન હતા. ઈન્ટેલિજન્સ ચીફ મેજર જનરલ કિર્લો બુડાનોવે એક લાઈવ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પુતિન જેવા અન્ય કોઇક વ્યક્તિને ઈરાની અને તુર્કીના રાષ્ટ્રપતિ સાથે મળવા માટે તેહરાન મોકલવામાં આવ્યો હતો. તેણે કહ્યું, ‘મારા મનમાં એક વિચાર છે. તમે પુતિનને વિમાનમાંથી ઉતરતા જુઓ. શું આ પુતિન છે?’ તેના જણાવ્યા મુજબ રશિયન નેતા પુતિન જ્યારે તેહરાનમાં તેમના રાષ્ટ્રપતિ વિમાનની સીડીઓથી ઉતરતા હતા ત્યારે તેઓ કંઈક વિચિત્ર દેખાતા હતા.
યુક્રેનિયન સૂત્રો કહે છે કે પુતિન સામાન્ય કરતાં વિચિત્ર અને થોડા વધુ સાવચેતીભર્યું વર્તન કરી રહ્યા હતા. સમાચાર અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ જ્યારે પોતાનું જેકેટ ઉતારીને કારમાં બેઠા હતા ત્યારે તેઓ સાવધાન દેખાતા હતા. તાજેતરમાં જ રશિયન નેતા ઈરાનની રાજધાની તેહરાન ગયા હતા. અહીં તેઓ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખમેની, રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆનને મળ્યા. નેતાઓની આ બેઠકે વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું.
લગભગ પાંચ મહિના પહેલા શરૂ થયેલા યુક્રેનમાં યુદ્ધ પછી પુતિનની આ બીજી આંતરરાષ્ટ્રીય મુલાકાત હતી. ઈરાનની તેમની મુલાકાત દરમિયાન, પુતિન અને ઉપસ્થિત નેતાઓએ સીરિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને વૈશ્વિક ખાદ્ય કટોકટીનો સામનો કરવા માટે યુક્રેનમાંથી અનાજની નિકાસ પુનઃપ્રારંભ કરવાના યુએનના પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી. એર્દોગન સાથેની બેઠકમાં, પુતિને યુક્રેનને અનાજની નિકાસ પર સમજૂતી સુધી પહોંચવામાં મદદ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
બોડી ડબલ્સનો ઉપયોગ ભૂતપૂર્વ ક્રેમલિન નેતાઓ દ્વારા કરવામાં આવતો હતો. જોસેફ સ્ટાલિન અને લિયોનીડ બ્રેઝનેવ જેવા સોવિયેત સુપ્રીમો બોડી ડબલ્સનો ઉપયોગ કરતા હતા. એવા પણ દાવાઓ છે કે પુતિન કેન્સર, પાર્કિન્સન રોગ અને સ્કિઝોઅફેક્ટિવ ડિસઓર્ડર સહિતની ગંભીર બીમારીઓથી પીડિત છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.