ભોજપુરી ફિલ્મના સુપરસ્ટાર અને બીજેપી સાંસદ રવિ કિશનના પરિવારમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતાના મોટા ભાઈ રામ કિશન શુક્લાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેઓ 53 વર્ષના હતા. રામને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિ કિશને પોતે સોશિયલ મીડિયા દ્વારા આ દુઃખદ સમાચારની માહિતી આપી છે. હવે રામ કિશનના મૃત્યુથી સમગ્ર પરિવારમાં શોક છવાઈ ગયો છે.
રવિ કિશનને ભાઇના મૃત્યુના સમાચાર મળતા જ તેઓ મુંબઇ આવવા રવાના થઇ ગયા હતા. રામ કિશન મુંબઇમાં જ રહેતા હતા અને રવિ કિશનની ફિલ્મો અને પ્રોડક્શનનું કામ સંભાળતા હતા.
ગયા વર્ષની શરૂઆતમાં ભોજપુરી મેગાસ્ટાર રવિ કિશનના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. તે સમયે રવિ કિશનના મોટા ભાઈ રમેશનું અવસાન થયું હતું. અભિનેતાના ભાઈ લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા અને તેમની દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી, પરંતુ તેઓ મૃત્યુની લડાઈ જીતી શક્યા ન હતા. અભિનેતાના પરિવાર માટે એક વર્ષના ગાળામાં બે ભાઈઓને ગુમાવવા એ ખૂબ જ દુઃખદ સમય છે. રમેશ ત્રણ ભાઈઓમાં બીજા નંબરે હતા, આટલી નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહેવી એ પરિવાર માટે મોટી ખોટ હતી અને હવે મોટા ભાઈ રામ કિશનની ખોટ પરિવાર પર દુ:ખના પહાડ સમાન છે. .
સાંસદ રવિ કિશન જૌનપુરના કેરાકટ કોટલવી વિસ્તારના બિસુઇ બરાઇ ગામના વતની છે. રવિ દેશના પ્રખ્યાત અભિનેતા અને નેતા છે. તેઓ હાલમાં ગોરખપુરથી ભાજપના સાંસદ છે અને તેમના પરિવાર સાથે મુંબઈમાં રહે છે. તેઓ ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે. તેઓ અવારનવાર તેમના પૈતૃક ઘરની મુલાકાત લે છે.