Homeટોપ ન્યૂઝNIAને મોટી સફળતા: 6 ખાલિસ્તાની સહયોગીઓની ધરપકડ, દેશમાં હુમલાની યોજના હતી

NIAને મોટી સફળતા: 6 ખાલિસ્તાની સહયોગીઓની ધરપકડ, દેશમાં હુમલાની યોજના હતી

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ આતંકવાદી જૂથો અને વિવિધ ડ્રગ-ટ્રાફિકીંગ માફિયાઓ સંબંધિત કેસોમાં છ શખ્સોની ધરપકડ કરી છે. NIA પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ મંગળવારે આઠ રાજ્યોમાં 76 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા તપાસ બાદ આ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા શખ્સોમાં લકી ખોખર ઉર્ફે ડેનિસનો સમાવેશ થાય છે , જે કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ દલ્લાનો નજીકનો સાથી છે.
NIAએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી-NCR મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં દરોડા પાડ્યા હતા. ધરપકડ કરાયેલા શખ્સોમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, જગ્ગુ ભગવાનપુરિયા અને ગોલ્ડી બ્રારના સહયોગીઓનો પણ સમાવેશ થાય છે.
NIAએ જણાવ્યું કે પંજાબના ભટિંડાના રહેવાસી ખોખરની મંગળવારે રાજસ્થાનના શ્રીગંગાનગરથી ધરપકડ કરવામાં આવી હતી. ખોખર અર્શ દલ્લા સાથે સીધો અને સતત સંપર્કમાં હતો અને તેના માટે ભરતી કરતો હતો અને આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરતો હતો. તે પંજાબમાં અર્શ દલ્લાના સહયોગીઓને હથિયારો પુરા પાડતો હતો, જેનો ઉપયોગ કેનેડા સ્થિત આતંકવાદીની સૂચના પર જગરોંમાં તાજેતરમાં હત્યા કરવા માટે કરવામાં આવ્યો હતો.
દલ્લા ખાલિસ્તાન લિબરેશન ફોર્સ, બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન સહિતના પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો માટે ભારતમાં આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજ્ય સરહદો પાર શસ્ત્રો, દારૂગોળો, વિસ્ફોટકો અને IEDsની દાણચોરીમાં સામેલ છે.
ખોખર ઉપરાંત NIAએ લખવીર સિંહ, હરપ્રીત, દલીપ બિશ્નોઈ, સુરિન્દર ઉર્ફે ચીકુ ચૌધરી અને હરિઓમ ઉર્ફે ટીટુની પણ ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular