દિગ્ગજ ગાયકોએ ગાયું ‘હર ઘર તિરંગા’ ગીત, બીગ બીએ શેર કર્યો વીડિયો

ફિલ્મી ફંડા

સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે આમ આદમી સાથે સેલેબ્રિટિઝ પણ દેશની આઝાદીના આ પર્વની ઉજવણી કરવા સજ્જ છે. મળતી માહિતી અનુસાર સદીના મહાનાયક અમિતાભ બચ્ચને તેમના ટ્વિટર હેન્ડલ પર ‘હર ઘર તિરંગા’ ગીત શેર કર્યું છે, જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ સાથે બિગ બીએ દરેક ઘરમાં તિરંગો ફરકાવવાની અપીલ કરી છે.

મહત્ત્વની વાત એ છે કે આ ગીતમાં આશા ભોસલે અને સોનુ નિગમે પોતાનો અવાજ આપ્યો છે અને ગીતમાં અમિતાભ બચ્ચન સિવાય વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, અક્ષય કુમાર, પ્રભાસ, કિર્તિ સુરેશ, ગોલ્ડન બોય નીરજ ચોપરા સહિતની ઘણી મહાન હસ્તી જોવા મળી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.