બિગ બી અને જયા બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એવા કપલ છે કે નહીં પૂછો વાત. કોઈ પણ ઈવેન્ટ હોય કે વાર-તહેવારે બંને જણ સાથેને સાથે જ જોવા મળે છે. ટૂંકમાં ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ એડોરેબલ કપલ છે. અમિતાભ બચ્ચ અને જયા બચ્ચને 1973માં લગ્ન કર્યા હતા અને ત્યારથી જ બંને એકબીજાને સપોર્ટ કરી રહ્યા છે.
જયા અને અમિતાભની જોડી અન્ય યુગલો માટે એક ઉદાહરણ સમાન છે. જ્યારે પણ કોઈ સમસ્યા હોય ત્યારે આ જોડી એકબીજા સાથે ઉભેલી જોવા મળે છે. જોકે બંને વચ્ચે સમસ્યાઓ હતી, પરંતુ તેમ છતાં બંનેએ ક્યારેય એકબીજાનો સાથ છોડ્યો નથી.
કૌન બનેગા કરોડપતિ શોમાં અમિતાભ બચ્ચન ઘણીવાર તેમની પત્ની જયા વિશે રમુજી વાતો કહેતા જોવા મળે છે. આ જ શોમાં અમિતાભે પોતાના લગ્નજીવન અંગેના અનેક રસપ્રદ ખુલાસા કર્યા છે. એકવાર અમિતાભે શોમાં જયા વિશે એવો ખુલાસો કર્યો હતો અને બિગ બીના આ ખુલાસા સાથે દુનિયાના દરેક પતિએ પોતાની જાતને કનેક્ટ કરી હતી. વાત જાણે એમ છે કે શોમાં આવેલા એક સ્પર્ધકે અમિતાભને કહ્યું હતું કે જ્યારે પણ ઓફિસમાં કામ સારું હોય છે અને તે ખુશીથી ઘરે આવે છે ત્યારે પત્ની તેની તેના પર શંકા કરવા લાગે છે.
આના પર અમિતાભ તરત જ તેમની પત્નીની પ્રતિક્રિયા કહે છે, “આજે તમે ખૂબ હસી રહ્યા છો, તમે કોને મળીને પાછા આવ્યા છો?”. આ પછી, જ્યારે સ્પર્ધકોએ અમિતાભને પૂછ્યું કે શું તેમની સાથે પણ આવું થાય છે જેના જવાબમાં બિગ બીએ કહ્યું કે શું કહેવું ભાઈ, આ એક યુનિવર્સલ ટ્રુથ છે. આ પછી બિગ બી કહે છે, “જે દિવસે તમે ગંભીર મુદ્રામાં ઘરે પહોંચો છે ત્યારે જ તમારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવામાં આવે છે. અમિતાભની વાત સાંભળીને બધા હસવા લાગે છે.
View this post on Instagram