આ તારીખ સુધીમાં પેન્ડિંગ બિલ ભરશો તો 30 ટકા ડિસ્કાઉન્ટ
મુંબઈઃ મહાવિતરણે કૃષિ પંપ માલિકો માટે વિશેષ ડિસ્કાઉન્ટ આપવાની યોજનાની જાહેરાત કરી છે. જો ખેડૂતો 31 માર્ચ સુધીમાં કૃષિ પંપનું બાકી બિલ ભરશે તો તેને 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કૃષિ પંપનું બાકી બિલ જો 70 ટકા સુધી બિલ ભરતો હશે તો તેમને 30 ટકા સુધી બિલમાં માફી આપવામાં આવશે. વીજળીના બિલને લઈને ગ્રાહકો દ્વારા ભળતા કારણો આપવામાં આવે છે અને બિલ પણ પૂરા ભરવામાં આવતા નથી. તેનું નિરાકરણ લાવવાના ભાગરુપે મહાવિતરણ દ્વારા ભારે ભરખમ બિલની વસૂલાત માટે આ યોજના ઘડવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પેન્ડિંગ બિલ ભરવા માટે મહાવિતરણ દ્વારા દરેક વખતે અલગ અલગ યોજનાઓ જાહેર કરવામાં આવે છે, જ્યારે પેન્ડિંગ બિલની વસૂલાત માટે પણ ખેડૂતોને પણ અપીલ કરવામાં આવે છે. વીજળીના બિલ વસૂલાત માટે પણ નાસિક મહાવિતરણ દ્વારા પણ અનેક યોજના લાગુ પાડવામાં આવી છે. મોટા ભાગના કિસ્સામાં ખેડૂતો ખેતરમાં સિંચાઈ માટે મોટરનો ઉપયોગ કરતા હોવાથી વીજળીનું પણ વધારે બિલ આવે છે. ખેડૂતોને રાહત આપવાના ભાગરુપે મહાવિતરણ યોજનાની જારી કરવામાં આવી છે, જે અંતર્ગત 31 માર્ચ સુધીમાં વીજળીનું બિલ ભરનારા ખેડૂતોને 30 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, તેથી રાજ્યમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો બિલ ભરવા માટે આગળ આવે. મહાવિતરણે આ યોજના એટલા માટે બહાર પાડી છે, કારણ કે બિલની રકમ મોટી સંખ્યામાં છે, જ્યારે આ યોજનાનો લાભ પણ બહુ ઓછા ખેડૂતોએ લીધો છે. કૃષિ પંપ વાપરનારા ખેડૂતો-ગ્રાહકો માટે આ યોજના ત્રણ તબક્કામાં લાગુ કરી હતી. પહેલા વર્ષમાં બાકી રકમની ચૂકવણીમાં પચાસ ટકા સુધીની રાહત આપી હતી, જ્યારે બીજા વર્ષમાં 30 અને ત્રીજા વર્ષમાં 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે. કૃષિ નીતિ 2020 યોજના અનુસાર ખેડૂતો તેનો લાભ ઊઠાવી શકશે.