Homeઆપણું ગુજરાતભૂપેન્દ્ર પટેલ ફરી બનશે મુખ્યપ્રધાન, વિધાનસભ્યદળની બેઠકમાં પ્રસ્તાવ પસાર કરાયો

ભૂપેન્દ્ર પટેલ ફરી બનશે મુખ્યપ્રધાન, વિધાનસભ્યદળની બેઠકમાં પ્રસ્તાવ પસાર કરાયો

ગુજરાત વિધાનસભા ચુંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ ભૂપેન્દ્ર પટેલ ફરી ગુજરાતના મુખ્યપ્રધાન બનવા જઈ રહ્યા છે. આજે ગાંધીનગરના ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના વિધાનસભ્યદળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિધાનસભ્યદળ નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામના પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. થોડા સમય બાદ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે અને પ્રધાનમંડળની શપથવિધિ માટે સમય માગશે.
વિધાનસભ્યદળ નેતા પસંદ કરવાની પ્રક્રિયા માટે ભાજપ હાઈકમાન્ડે નિરીક્ષક તરીકે કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બી.એસ. યેદિયુરપ્પા અને કેન્દ્રીય આદિજાતિમંત્રી અર્જુન મુંડાની નિમણૂક કરી હતી. જોકે આ પ્રક્રિયા ઔપચારિક રહી હતી. શંકર ચૌધરીએ ભૂપેન્દ્ર પટેલના નામની દરખાસ્ત કરી હતી, જેને સૌનું સમર્થન મળ્યું હતું.
12મી ડિસેમ્બરેના રોજ ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ભૂપેન્દ્ર પટેલ CM તરીકે અને સરકારના અન્ય પ્રધાનો શપથ લેશે. શપથ સમારોહમાં PM મોદી અને અમિત શાહ પણ હાજરી આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular