હજુ ફેબ્રુઆરી મહિનો અડધો જ વીત્યો છે ત્યાં ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. અત્યારથી જ લોકો બપોરના સમયે તાપનો અનુભવ કરી રહ્યા છે. શિયાળાથી અચાનક ઉનાળો આવી ગયો હોય એવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભુજમાં આ સિઝનમાં પહેલીવાર 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, આ સાથે જ ગુજરાત આ સીઝનમાં 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર તાપમાન નોંધાવનાર પહોંચનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભુજમાં ગુરુવારે મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ફેબ્રુઆરી મહિના માટે 12 વર્ષમાં સૌથી વધુ છે. ગયા વર્ષે, ભુજમાં માર્ચના બીજા સપ્તાહમાં પહેલીવાર 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ વર્ષે ફેબ્રુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયામાં જ ભુજમાં 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.
ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખે ભુજમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે ક્રમશ: વધીને ગુરૂવારે 40.3 ડિગ્રી જેટલું થતાં ફેબ્રુઆરી મહિનામાં જ એપ્રિલ માસ જેવી ગરમી અનુભવાઇ હતી. પખવાડિયમાં જ મહત્તમ તાપમાનનો પારો 13 ડિગ્રી જેટલો ઊંચે ગયો છે.
મળી રહેલી માહિતી મુજબ, છેલ્લા 12 વર્ષમાં ફેબ્રુઆરીમાં ભુજમાં સૌથી વધુ તાપમાન 19 ફેબ્રુઆરી, 2017ના રોજ 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગુરુવારનું તાપમાન આને વટાવી ગયું છે. બીજી તરફ લઘુતમ તાપમાન 17.7 ડિગ્રી રહેતાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.
ગુજરાતવાસીઓ આકરા ઉનાળા માટે તૈયાર રહે, ભુજમાં તૂટ્યો 12 વર્ષનો તૂટ્યો રેકોર્ડ
RELATED ARTICLES