દેશભરમાં લોકો હોળી ઉજવવાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે બનારસ હિંદુ યુનિવર્સિટી(BHU) માં હોળી ઉજવવા પર પ્રસાશને પ્રતિબંધ મુકતા હોબાળો મચ્યો છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના વિરોધને પગલે પ્રતિબંધ મૂકતો આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. BHU તરફથી કેહેવામાં આવ્યું કે, “હોળીની ઉજવણી માટે એકઠા થવા અંગે 28 ફેબ્રુઆરી 2023ના રોજ જારી કરાયેલો આદેશ પાછો ખેંચવામાં આવી રહ્યો છે. દરેક વ્યક્તિ આ રંગોના તહેવારને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ગૌરવ સાથે ઉજવે તેવી અપેક્ષા છે.”
28 ફેબ્રુઆરીએ BHUના ચીફ પ્રોક્ટર દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે યુનિવર્સિટી કેમ્પસમાં જાહેર સ્થળે હોળી ઉજવવા અથવા સંગીત વગાડવા પર પ્રતિબંધ છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
હોળીના તહેવારની જાહેરમાં ઉજવણી પર લાદવામાં આવેલા પ્રતિબંધનો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ વિરોધ કર્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદે પણ આ આદેશની નિંદા કરી છે. VHPના પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે યુનિવર્સિટીએ રમઝાન દરમિયાન ઈફ્તારને મંજૂરી આપી હતી, પરંતુ હવે હોળીની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
યુનિવર્સિટી કેમ્પસમાં હોળી રમવા પર પ્રતિબંધ મૂકતા આદેશને પાછો ખેંચી લેવામાં આવ્યો છે. BHUના મુખ્ય પ્રોક્ટરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે કેમ્પસમાં ફક્ત ત્રણ સ્થાનો – હોસ્પિટલ, નવું વિશ્વનાથ મંદિર અને રસ્તાઓ જ જાહેર સ્થળો છે. હોળીની ઉજવણી પર પ્રતિબંધ મૂકતો અગાઉનો આદેશ આ ત્રણ સ્થળો માટે જ હતો.
‘ઇફ્તાર પાર્ટીને મંજૂરી, હોળીની પ્રતિબંધ’ વિરોધ બાદ BHUએ ઉજવણી પર પ્રતિબંધ પાછો ખેંચાયો
RELATED ARTICLES