એક સમય હતો કે જ્યારે ફિલ્મ એક્ટર-એક્ટ્રેસ પોતાના એક્ટિંગ પર જ વધુ ફોકસ રહેતાં હતા, પરંતુ હવે સમય બદલાયો છે અને તેઓ પોતાની કળાનું માર્કેટિંગ કરવા માટે સોશિયલ મીડિયાનો છૂટથી ઉપયોગ કરતાં થયા છે. દમ લગા કે હઈસા ફેમ ભૂમિ પેડણેકરના ચાહકોના દિલ હાલ તો ભૂમિએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટને ગાર્ડન ગાર્ડન થઈ ગયા છે અને આવું થાય પણ કેમ નહીં? ભૂમિએ મેક્સિકોમાં પોતાની કાતિલાના અદાઓ વિખેરીને લાખો ફેન્સના દિલ પર છુરીઓ ચલાવી છે.
હાલમાં એક્ટ્રેસે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પોતાના ફ્રેન્ડ્સ લોકો સાથે મેક્સિકોમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં ભૂમિ ખૂબ જ બેબાક અંદાજમાં જોવા મળી રહી છે. સિલ્કના થાઈ હાઈ સ્લિટ સ્કર્ટ અને બ્રાલેટ ટોપમાં ભૂમિ એકદમ હોટ દેખાઈ રહી છે. બીજી સ્લાઈડાં ભૂમિએ બિકીની પહેરીને સમુદ્ર કિનારા પર કાતિલાના પોઝ આપ્યા છે. ત્રીજા ફોટોમાં ભૂમિ તેના ફ્રેન્ડ્સ લોકો સાથે પોઝ આપી રહી છે અને બીજા એક વીડિયોમાં તે બિકીની પહેરીને ઝૂલામાં ઝૂલતી જોવા મળી છે.
View this post on Instagram
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ભૂમિ પાસે એક પછી એક પ્રોજેક્ટ લાઈન અપ છે. ટૂંક સમયમાં તે ભીડ ટાઈટલ હેઠળ બની રહેલી ફિલ્મમાં કામ કરતી જોવા મળશે અને ત્યાર બાદ તે ભક્ષક, ધ લેડી કિલર, અફવા અને મેરી પત્નીની રિમેક ફિલ્મમાં કામ કરતી જોવા મળશે.