ભિવંડીઃ મુંબઈ નજીક ભિવંડી વિસ્તારમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા અને ચોંકાવનારી બાબત તો એ છે કે શાળામાં ભણનારા બાળકોએ આ નારા લગાવ્યા હતા. મહાપાલિકા સામે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું હતું અને એ સમયે વિદ્યાર્થીઓએ હમ તો પાકિસ્તાન હૈ કહીને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
ભિવંડીમાં આવેલી એક શાળાએ અમુક વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી નાખ્યા હતા અને તેમના દાખલા ઘરે પોસ્ટમાં મોકલી આપ્યા હતા. આના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું હતું એ વખતે આ ઘટના બની હતી. પોલીસે આંદોલકોની સાથે આયોજકોને પણ તાબામાં લીધા છે. આ સમયે પોલીસ અને વિદ્યાર્થીઓના માતા-પિતા વચ્ચે જોરદાર વિવાદ થયો હતો.
આંદોલનમાં એક 12 વર્ષના બાળકે માઈક હાથમાં લીધું અને પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવ્યો હતો. આ બાળકની બાજુમાં જ આંદોલનનો આયોજક ઊભો હતો જે તેને આગળ શું બોલવું શું નહીં એનું માર્ગદર્શન આપી રહ્યો હતો. પાકિસ્તાન ઝિંદાબાદના નારા સાંભળીને આંદોલકો વિફર્યા હતા. પોલીસે તાત્કાલિક આંદોલકોને તાબામાં લીધા હતા.