ભિવંડીઃ ગુરુવારે સવારે ભિવંડીના એક કોમ્પ્લેક્સમાં બેગ બનાવનારા ચાર ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. આ ગોડાઉન આોવળી ગામ નજીક મિની પંજાબ હોટેલ પાસે આવેલા છે. આ બધા ગોડાઉન ગ્રાઉન્ડ-વન ફ્લોરના છે. ઘટનાસ્થળે અગ્નિશામક દળના જવાનો, પોલીસ, એક જમ્બો વોટર ટેન્કર અને સ્થાનિક પાંચ પ્રાઈવેટ વોટર ટેંકર રવાના થઈ ચૂક્યા છે. સદભાગ્યે આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગને નિયંત્રણમાં લેવાના તમામ પ્રયાસો અગ્નિશામક દળના જવાનો દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનું અગ્નિશામક દળ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ભિવંડીમાં અગ્નિકાંડઃ ચાર ગોડાઉન આગની લપેટમાં, કોઈ જાનહાનિ નહીં
RELATED ARTICLES