Homeઆમચી મુંબઈભિવંડીમાં બે દિવસમાં ત્રણ વર્ષની બે બાળકીની બળાત્કાર બાદ હત્યા, લોકોમાં ખળભળાટ

ભિવંડીમાં બે દિવસમાં ત્રણ વર્ષની બે બાળકીની બળાત્કાર બાદ હત્યા, લોકોમાં ખળભળાટ

મુંબઈઃ બે દિવસમાં બળાત્કારની બીજી ઘટનાથી ભિવંડી પરિસરમાં ચકચાર મચી ગઈ છે. બે દિવસ પહેલાં એક ત્રણ વર્ષની બાળકીને મોબાઈલ દેખાડવાની લાલચે પડોશમાં રહેતાં 26 વર્ષીય આરોપીએ તેના પર બળાત્કાર કરીને તેની હત્યા કરી નાખી હતી. હજી આ ઘટના તાજી જ છે ત્યાં હવે ભિવંડીના જ નાગાંવ પરિસરમાંથી એક ત્રણ વર્ષીય બાળકીનું અપહરણ કરીને તેના પર બળાત્કાર કરીને હત્યા કરી હોવાની બીજી ઘટના બની છે. આ પ્રકરણે અજ્ઞાત નરાધમ પર શાંતિનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.


દરમિયાન ભિવંડી પોલીસે તમામ ભાડુઆતની માહિતી એકઠી કરીને પોલીસ સ્ટેશનમાં જમા કરવાનો આદેશ મકાનમાલિકોને આપ્યો છે. જો મકાનમાલિક તેના ભાડુઆતની માહિતી પોલીસને નહીં આપે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે એવું પણ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ભિવંડી શહેરના નાગાંવ પરિસરમાં આવેલી એક ચાલીમાં મૃત બાળકી તેના માતા-પિતા અને ભાઈ-બહેનો સાથે રહેતી હતી. ભાઈબહેન સાથે આંગણામાં રમતી વખતે અચાનક બાળકી ગુમ થઈ ગઈ હતી. બપોરે એક વાગ્યાની આસપાસ જ્યારે બાળકીની માતા ઘરે પાછી ફરી હતી ત્યારે તેને બાળકી ગુમ થઈ હોવાની જાણ થઈ હતી. આસપાસ બાળકીની શોધ કરવામાં આવી પણ સાંજ સુધી કોઈ માહિતી ન મળતાં આખરે માતા-પિતાએ શાંતિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદને પગલે પોલીસે બાળકીની શોધ કરતાં બુધવારે સવારે તેની ઘર નજીક આવેલી એક જર્જરીત ઈમારતમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. દરમિયાન સૂત્રોએ આપેલી માહિતી અનુસાર બાળકી પર બળાત્કાર કરીને તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. પોલીસે અજ્ઞાત નરાધમ સામે અપહરણ, પોક્સો અને બળાત્કાર સહિત હત્યાનો ગુનો નોંધ્યો છે. એક પછી એક બે બાળકીની બળાત્કાર બાદ હત્યા કરવાની ઘટનાથી ભિવંડી પરિસરમાં ખળભળાટ મચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular