ભાવનગર મનપાના ગાર્ડન સુપરવાઇઝર સસ્પેન્ડ

આપણું ગુજરાત

 

એકાદશી: સુરતના સ્વામીનારાયણ મંદિરમાં સંતોએ ‘જલ ઝીલણી એકાદશી’ નિમિત્તે પરંપરાગત વિધિપૂર્વક પૂજા કરી હતી. (પીટીઆઈ)

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગર: મહાનગરપાલિકાના ગાર્ડન સુપરવાઈઝરને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભાવનગરના અકવાડા એમ્યુઝમેન્ટ પાર્કની ટોય ટ્રેન રાઈડમાં વીજ કરંટથી આઠ વર્ષની માસુમ બાળકી નું મોત નીપજયું હતું. આ બનાવ અંગે ભાવનગરના ધારાસભ્ય અને રાજ્ય પ્રધાન જીતુભાઈ વાઘાણીએ તંત્રને યોગ્ય તપાસ કરવા જણાવ્યું હતું.
આ બનાવ અંગે ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા આ બનાવ તુરંત તપાસ કરી આ બનાવમાં ફરજમાં બેદરકારી દાખવવા બદલ ગાર્ડન સુપરવાઈઝર બીપીનભાઈ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.