Homeઆપણું ગુજરાતભાવનગર: ચીનથી પરત ફરેલા વેપારીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દોડતું...

ભાવનગર: ચીનથી પરત ફરેલા વેપારીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું

કોરોના વાયરસના નવા વેરિયન્ટ Omicron BF-7એ ચીનમાં હાહાકાર મચાવ્યો છે, ચીનની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે ભારતમાં પણ કોરોનાની વધુ એક લહેરનો ખતરો વર્તાઈ રહ્યો છે. એવામાં ચીનથી ભાવનગર પરત ફરેલા એક વેપારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. ચીનથી પરત ફર્યા બાદ વેપારીનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ વેપારીને ક્વોરન્ટીન કરી RTPCR અને જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યાં છે.
વેપારીના સંપર્કમાં આવેલા તમામ લોકોની ઓળખ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. ભાવનગર મહાનગર પાલિકાના કમિશનરે શહેરમાં ટેસ્ટિંગની સંખ્યા વધારવાની સૂચના આપી છે. હાલ શહેરમાં દરરોજ 100 જેટલા ટેસ્ટ થઈ રહ્યા છે. આજથી રોજના 500 ટેસ્ટ ફરજિયાત કરવામાં આવશે. રોજ 14 આરોગ્ય સેન્ટર પર રિપોર્ટ કરવામાં આવશે.
PHC માં લોકો ફ્રીમાં ટેસ્ટ કરાવી શકશે. ભાવનગરમાં રેપિડ ટેસ્ટ માટે અને RTPCR માટે પૂરતી કિટ ઉપલબ્ધ હોવાનું કમિશ્નરે જણાવ્યું હતું.
નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવેલી એક યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવતીના સંપર્કમાં આવેલા તમામ પરિવારજનોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. પરંતુ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ કેસ કોરોનાના નવા વેરીએન્ટ omicron BF.7નો છે કે નહિ તેની તપાસ માટે સેમ્પલને ગાંધીનગર લેબ ખાતે મોકલી આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular