ભાવનગર ગ્રામ્ય વિધાનસભાની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હૃદય રોગનો હુમલો આવતા તેઓને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ છે. જ્યાં તેઓને સ્ટેન્ટ મૂકવામાં આવેલ હોવાનું કોંગ્રેસના વર્તુળોએ જણાવ્યું છે. કોંગ્રેસના ઉમેદવારને હોસ્પિટલાઈઝ કર્યાની જાણ થતા જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ તેઓના ખબર અંતર પૂછ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભાવનગર ગ્રામ્ય ની બેઠક પર કોંગ્રેસના રેવતસિંહ ગોહિલ સામે ભાજપના પરષોત્તમભાઈ સોલંકી ચૂંટણી લડી રહ્યા છે.
દરમિયાન હોસ્પિટલમાં દાખલ કરેલ કોંગ્રેસના ઉમેદવાર ગોહિલે એક વિડીયો જાહેર કરી લોકોને ચિંતા નહીં કરવા અને તેઓ વહેલી તકે લોકોની વચ્ચે આવશે તેમ જણાવ્યું છે.
કોંગ્રેસના આ ઉમેદવારને હૃદય રોગનો હુમલો આવતા હોસ્પિટલમાં દાખલ
RELATED ARTICLES