Homeઉત્સવસાપ્તાહિક ભવિષ્ય

સાપ્તાહિક ભવિષ્ય

તા. ૪-૧૨-૨૦૨૨ થી તા. ૧૦-૧૨-૨૦૨૨

– પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં વૃશ્ર્ચિક રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ વૃષભ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. બુધ ધનુ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. ગુરુ, મીન રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર વૃશ્ર્ચિકમાંથી ધનુમાં તા. ૫મીએ પ્રવેશે છે. શનિ મકર રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે મેષ રાશિમાં રહે છે. તા. ૬ઠ્ઠીએ વૃષભ રાશિમાં પ્રવેશે છે. તા. ૯મીએ મિથુન રાશિમાં પ્રવેશી અહીં સપ્તાહના અંત સુધી મિથુન રાશિમાં રહે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અન્યની સલાહ સૂચન લેવા માટે પૂર્ણપણે સાવધાની જરૂરી જણાય છે. નોકરી અર્થે સ્થળાંતર તથા લાંબા અંતરનો પ્રવાસ પણ શક્ય જણાય છે. નાણાંખર્ચ પરત્વે કરકસર દાખવવી જરૂરી છે. મોટું નાણાંનું જોખમ ટાળવું જરૂરી છે. મહિલાઓની નોકરીમાં નિયમિતતાનો અનુભવ થાય. વિદ્યાર્થીઓને નવા અભ્યાસ માટે અનુકૂળતાઓ જણાશે.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણમાં જન્મકુંડળીના આધારે નિર્ણયો લેવા જરૂરી છે. સપ્તાહમાં નવી નોકરીનો પ્રારંભ શક્ય છે. ભાગીદારનો સહયોગ પ્રાપ્ત થાય. કારોબારમાં યશ મેળવશો. અર્થવ્યવસ્થા વધુ બળવાન બનશે. મહિલાઓને કુટુંબના સભ્યોનો નિજી પ્રવૃત્તિઓમાં સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના નિત્ય અભ્યાસક્રમ નિયમિતપણે જળવાઈ રહેશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ અનુકૂળ બની રહેશે. નોકરીના સ્થળની બદલી શક્ય છે. મદદનીશ મેળવશો. નવા ભાગીદાર, નવા કારોબારના મદદનીશ વ્યક્તિઓ પણ મેળવી શકશો. સપ્તાહમાં નાણાંઆવકની વૃદ્ધિ થાય. મહિલાઓને કુટુંબીજનોનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓનો અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૃૈનિક સાપ્તાહિક વેપારથી નાણાંલાભ મેળવી શકશો. નોકરીમાં નવી જવાબદારી, નવા કામકાજ અપેક્ષાનુસાર પ્રાપ્ત કરશો. તા. ૫, ૭, ૮ના નિર્ણયો કારોબારમાં ઉપયોગી પુરવાર થશે. કાર્યક્ષેત્રે મદદનીશ મેળવશો. મહિલાઓનો નવી નોકરીનો પ્રારંભ પણ શક્ય જણાય છે. વિદ્યાર્થીઓમાં દૈનિક અભ્યાસના કામકાજ એકાગ્રતા પૂર્વક સફળ બની રહેશે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર અનુકૂળ બની રહેશે. નોકરીનો પ્રારંભ તા. ૫, ૭, ૯મીએ જણાય છે. મિલકતના નિર્ણયો લઈ શકશો. સંતાન પરિવારના કારોબારમાં જોડાશે. ભાગીદાર સાથેના મતભેદો દૂર થશે. અર્થવ્યવસ્થા વધુ સક્ષમ બનશે. મહિલાઓને પરિવાર માટે જરૂરી સાધન સામગ્રી પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ અધ્યયનમાં નિયમિતતા જાળવી શકશે.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં ધાર્યા મુજબના વેપારના કામકાજ સફળ બની રહેશે. નોકરીના સ્થળની બદલી શક્ય જણાય છે. સહોદરો સાથેનો નાણાંવ્યવહાર સરળતાથી સંપન્ન થશે. ભાગીદારીનો મતભેદ દૂર થશે. નાણાંવ્યવસ્થા સફળ બની રહેશે. મહિલાઓના નોકરીના સ્થળની બદૃલી શક્ય છે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસના સાધનો પ્રાપ્ત થાય.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જૂનાં રોકાણમાંથી વેચાણ દ્વારા નાણાં મેળવી શકશો. નોકરીમાં યશ મેળવશો. નોકરીના હસ્તગત કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશો. સહોદરો સાથેના મતભેદો દૂર થશે. નવી ભાગીદારી માટે ગોચરફળ શુભ નથી. નાણાંની આવકની વૃદ્ધિ થશે. મહિલાઓને કુટુંબીજનોમાં મતભેદોનો ઉકેલ પ્રાપ્ત થતો જણાશે. વિદ્યાર્થીઓનો શિક્ષણની પ્રવૃત્તિઓ માટેનો પ્રવાસ સફળ બની રહેશે.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ સફળ પુરવાર થાય. નોકરીમાં ઉપરી અધિકારીનો સહયોગ મેળવશો. તા. ૫, ૮, ૯ના કામકાજ એકંદરે શુભ પુરવાર થશે. ભાગીદૃાર સાથેના આર્થિક વ્યવહાર સફળ થશે. નવા નાણાંપ્રાપ્તિના સાધનો મેળવશો. મિલકતના લેવડદેવડના કામકાજ સફળ બનશે. મહિલાઓને સંતાનના જવાબદારીના કામકાજમાં સફળતા પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓનો અધ્યયનનો નિર્ણય સ્વપ્રયત્ને સફળ બનતો જણાશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અપેક્ષાનુસાર અનુભવ અને કાર્યદક્ષતા મુજબ સફળ કામકાજ જળવાઈ રહેશે. નોકરીમાં હરીફોની ઓળખ થાય. હસ્તગત કામકાજ સફળતાથી પૂર્ણ થશે. મિલકત-વાહનના નિર્ણયો લઈ શકશો. મહિલાઓને નવી નોકરીનાા પ્રારંભમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓ નબળા વિષયમાં શિક્ષકનું માર્ગદર્શન પ્રાપ્ત કરી શકશે.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં વાયદાના વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરીના સ્થળની બદલી શક્ય છે. તા. ૫, ૭, ૯ના રોજ કાર્યક્ષેત્રે સફળ નિર્ણયો લઈ શકશો. નાણાંઆવકના સાધનો વધુ બળવાન બની રહેશે. મિલકતના નિર્ણયો લઈ શકશો. મહિલાઓને પરિવારજનો સાથેના મતભેદનો ઉકેલ જણાશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સફળ નિર્ણયોમાં સ્વતંત્રપણે સફળતા પ્રાપ્ત થશે.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવું રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ રહેશે. નવી નોકરી મેળવવાની શક્યતા ગોચરગ્રહો દર્શાવે છે. જાહેર જીવનની પ્રવૃત્તિઓ, રાજકારણની પ્રવૃત્તિમાં આત્મવિશ્ર્વાસ જળવાશે. જૂનાં ઉઘરાણીનાં નાણાં મેળવશો. તા. ૮, ૯, ૧૦ના રોજ મહિલાઓને નોકરીના કામકાજમાં સફળતા પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને કુટુંબના સભ્યોનો અધ્યયનમાં સહયોગ પ્રાપ્ત થશે.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા રોકાણના નિર્ણયનો અમલ સ્વતંત્રપણે થઈ શકશે. નોકરીમાં સ્થાન પરિવર્તન થાય. કામકાજ પૂર્ણ કરવા માટેના પ્રવાસ સફળ રહેશે. નવા કારોબારનો પ્રારંભ શક્ય જણાય છે. નાણાંખર્ચ પરત્વે કરકસર દાખવવી જરૂરી છે. મહિલાઓને કુટુંબના સભ્યનો પ્રસંગોપાત સુખદ અનુભવ થાય. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સફળ તકો પ્રાપ્ત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular