મંગળવારની અમાસ તમારા માટે બની શકે છે શુભ, બની રહ્યો છે અદ્ભુત સંયોગ

સ્પેશિયલ ફિચર્સ

Mumbai: સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં હોય ત્યારે ભોમ અમાસનો યોગ બને છે. આ શુભ યોગ જેઠ મહિનાની અમાસના દિવસે એટલે કે મંગળવારે બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રો અનુસાર મંગળવારે આવતી આ અમાસના દિવસે પિતૃઓની ખાસ પૂજા કરવામાં આવે તો પરિવારના રોગ, શોક અને દોષ દૂર થઈ જાય છે.

મંગળવારે અમાસ હોવાથી આ દિવસે મંગળ દોષથી બચવા માટે વ્રત અને પૂજા કરવામાં આવે છે. આ શુભ સંયોગમાં ગોળ કે મધનું દાન કરવાથી મંગળ દોષ ઘટે છે. આ યોગમાં હનુમાનજીની પૂજા કરવાથી પણ મંગળ દોષ દૂર થાય છે.

જેઠ મહિનાની અમાસ એટલા માટે પણ ખાસ હોય છે કારણ કે અમાસના અધિપતિ શનિદેવ છે. આ દિવસે દાન-પુણ્યનું અનેકગણું ફળ મળે છે. અમાસનો દિવસ હોય અને શનિ મકર રાશિમાં હોય તો વૃદ્ધ અને રોગીઓની સેવા કરવી શુભ ફળદાયી સાબિત થઈ શકે છે.

ભોમ અમાસ (Bhaumvati Amavasya 2022)ના દિવસે દાનનું પણ ખાસ મહત્ત્વ છે. દેવ ઋષિ વ્યાસ પ્રમાણે આ તિથિમાં સ્નાન અને દાન કરવાથી હજાર ગાયના દાન સમાન પુણ્ય ફળ મળે છે. આ દિવસે ઘરના પાણીમાં જ ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી તેનું પુણ્ય પ્રાપ્ત થાય છે. સૂર્યોદયથી સવારે લગભગ 11.16 કલાક સુધીના સમયગાળામાં અમાસ તિથિ દરમિયાન સ્નાન અને દાન કરવાનું ખાસ મહત્ત્વ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.