Homeઉત્સવવ્યક્તિત્વ અને ચરિત્ર નિર્માણ તેમજ સામાજિક સમરસતામાં શ્રીરામની પ્રાસંગિકતા

વ્યક્તિત્વ અને ચરિત્ર નિર્માણ તેમજ સામાજિક સમરસતામાં શ્રીરામની પ્રાસંગિકતા

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ – ડૉ. રાજેશ ચૌહાણ

શ્રીરામનું જીવન કલિયુગમાં સુસંગત છે? તેનો ઉત્તર હા છે….રામાયણ માત્ર શ્રદ્ધાનો વિષય નથી.
દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના પુત્રમાં શ્રીરામના તમામ ગુણો હોય. દરેક પત્ની ઈચ્છે છે કે તેનો પતિ શ્રીરામની જેમ ‘આદર્શ’ બને.
શ્રીરામે તેમના પિતાજીને એક વાર પણ પૂછ્યું ન હતું કે મને શા માટે વનવાસ મોકલવામાં આવી રહ્યા છે. આજની પેઢીની જેમ તેમને માતા-પિતાને દોષ આપ્યો ન હતો.
સામાજિક સમરસતા દ્વારા રાષ્ટ્રીય એકીકરણ એ રામચરિતમાનસનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ્ય છે.
આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં સંયુક્ત કુટુંબ તૂટીને નાનું કુટુંબ થતું જાય છે. સંયુક્ત કુટુંબમાં વ્યક્તિ પોતાનું સુખ-દુ:ખ વહેંચી શકતા અને નાના કુટુંબમાં સ્વયં બોજ ઉપાડે છે. શહેરીકરણ વધ્યું તેમ ગ્રામીણ સંસ્કૃતિ નાશ પામી રહી છે. આ વાતાવરણમાં માણસ માનસિક થાકને કારણે હતાશ થઈ રહ્યો છે. તેના કામ સિવાય તેના મનમાં માનસિક સંતોષ નથી. આ માનસિક શાંતિ/સંતોષ માટે યોગ, અન્ય ક્રિયાઓ તેમજ પૌરાણિક સાહિત્ય વાંચવા તરફ ખેંચાય છે. પૌરાણિક ગ્રંથોમાં આદિકવિ વાલ્મીકિ લિખિત રામાયણ મુખ્ય છે. જે ભારતની તમામ ભાષાઓમાં પ્રચલિત છે. ગોસ્વામી તુલસીદાસ રચિત રામચરિત માનસ પણ મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે.
શેરી/ગલીઓમાં સાંભળવા મળતી રામ-કથા માત્ર ભારતમાં જ નહીં, સીમાડાઓ તોડીને વિશ્ર્વના ખૂણે ખૂણે પહોંચી છે. સીમાડા તોડીને રામ-કથાને આટલી પ્રસિદ્ધિ કેમ મળી? તે વિચારવા જેવો વિષય છે. નિ:સ્વાર્થ ભાવનાનો પ્રચાર-પ્રસાર રામ-કથા કરે છે. જ્યારે માતા કૈકેયીએ રામને વનવાસ જવાનો આદેશ આપ્યો ત્યારે રામ તરત જ સંમત થયા. તેમને રાજગાદી પ્રત્યે કોઈ મોહ ન હતો. લોકો આ વ્યક્તિત્વ અને ચરિત્રથી પ્રભાવિત થઈને શ્રીરામને આદર્શ માને છે.
આજની દુનિયામાં બાળકો મનમાની કરે છે. તેઓ તેમના વડીલોને માન આપતા નથી. માતા-પિતાએ તેમની પ્રગતિ માટે કેટલો ત્યાગ કર્યો છે તે સમજતા નથી. શ્રીરામે તેમના પિતાને એક વાર પણ પૂછ્યું ન હતું કે તેમને શા માટે વનવાસ મોકલવામાં આવી રહ્યા છે. આજની પેઢીની જેમ તેમને માતા-પિતાને દોષ આપ્યો ન હતો.
મૂળ મુદ્દા પર આવીએ. શું ખરેખર આ બધા પ્રશ્ર્નોનું સમાધાન છે? તેનો ઉત્તર છે હા… તો આ સમાધાનનો ઉત્તમ રસ્તો ક્યાંથી મળશે ? ઉત્તર છે શ્રી રામના જીવન પ્રસગોમાંથી…. ૩૦ માર્ચના રોજ રામનવમી છે. શ્રીરામ, રામાયણ અને રામચરિત માનસ વ્યક્તિ -ચરિત્રના નિર્માણથી લઈને દરેક બાબતમાં પ્રાસંગિક છે. લેખના માધ્યમથી સમજીએ.
શું દ્વાપર યુગ-ત્રેતાયુગ સંધિકાળના શ્રીરામનું જીવન કળિયુગમાં સુસંગત છે? વાસ્તવમાં રામાયણ માત્ર આસ્થાનો વિષય નથી, પરંતુ તેમાં તમામ જીવન મૂલ્યોનો સમાવેશ છે જે વ્યક્તિ, સમાજ અને વિશ્ર્વને સુખી અને સંતુષ્ટ રહેવાનો માર્ગ બતાવે છે. રામની જીવનયાત્રાનો વિવેચનાત્મક અભ્યાસ ઘણી સ્થાપિત દંતકથાઓને તોડે છે.
પિનાક (શિવ ધનુષ્ય) તોડવું એ શ્રીરામના જીવનમાં એક અનોખી ઘટના છે. તેમના માટે તે ઉજવણી અને સફળતાની ક્ષણ છે. એ પ્રસંગે લક્ષ્મણના કટાક્ષથી પરશુરામજી ગુસ્સે થયા. બંને પક્ષે ઘર્ષણ થવાની સંભાવના હતી ત્યારે શ્રીરામ સફળતાની સર્વશ્રેષ્ઠ ક્ષણમાં તેમના નમ્ર વર્તન અને મીઠી વાણી દ્વારા પરિસ્થિતિને હાથ પર લઈને ક્રોધિત પરશુરામને શાંત કરે છે અને હિમાલયમાં જાય છે. સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ વ્યક્તિએ કેવું વર્તન કરવું જોઈએ તેમાં શ્રીરામ અનુકરણીય છે.
શ્રીરામ સામાજિક સમરસતાનું પ્રતિબિંબ : ડૉ. ઉગ્રનાથ મિશ્ર પોતાના પુસ્તક રામચરિતમાનસમાં ‘લોકાચાર’ માં લખે છે કે, માણસે દરેક પરિસ્થિતિમાં કેવું વર્તન કરવું જોઈએ તેના માટે શ્રીરામ આદર્શ છે. તેમના જીવનના સૌથી પીડાદાયક સમયગાળામાં શ્રી રામે માત્ર વનવાસીઓને જ સાથી અને સલાહકાર બનાવ્યા, જેમાં કેવટ નિષાદ, કોલ, ભીલ, કિરાતનો સમાવેશ થાય છે. જો શ્રીરામ ઇચ્છતા તો તેઓ અયોધ્યા કે જનકપુરથી મદદ લઇ શક્યા હતા, પરંતુ તેમના સાથી એવા લોકો બન્યા જેમને આજે આદિવાસી, દલિત, પછાત અથવા અતિપછાત કહેવામાં આવે છે. શ્રીરામે તે બધાને ’સખા’ કહીને સંબોધ્યા તો હનુમાનજી લક્ષ્મણ કરતાં પણ વધુ પ્રિય કહેવાયા. લૂણૂ ઇંરુક્ષ રુઘ્રૂ પળણરુલ ઘરુણ ઉણળ ટેં પપ રુપ્ર બરુગપણ ટજ્ઞ ડક્ષ્ણળ ॥ ૪ ॥ (રા.ય.માં./કિષ્કિંધા/બે-૨/ચૌ-૩,૪)
શ્રીરામ શબરીના એંઠા બોરને પ્રેમથી સ્વીકારે છે. રામને જોઈ શબરી કહે, અઢપ ટજ્ઞ અઢપ અરુટ ણળફિ રુટધ્વ પર્વૈ પેં પરુટર્પૈડ અઢળફિ॥ આના પર રઘુનાથ કહે છે ઇંવ ફઊૂંક્ષરુટ લૂણુ ધળરુપરુણ રૂળટળ પળણર્ઈૈ ઊઇં ધઉંરુટ ઇંફ ણળટળ॥ (રા.ચ.માં./અરણ્ય/બે-૩૪/ચૌ-૨,અર્ધ્વાલી) ઘળરુટ ક્ષર્ળૈરુટ ઇૂંબ ઢપૃ રૂજળઇૃ ઢણરૂબ ક્ષફિઘણ ઉૂંણ ખટૂફળઇૃ॥ ધઉંરુટ વણિ ણફ લળજ્ઞઇવ ઇેંલળ રુરૂણૂ ઘબ રૂળફિડ ડજ્ઞરુઈંઅ ઘેલળ॥૩॥ અર્થ- હું માત્ર એક જ ભક્તિના સંબંધમાં માનું છું. જાતિ, વર્ણ, કુળ, ધર્મ, કીર્તિ, ધન, બળ, કુટુંબ, ગુણ અને ચતુરાઈ – આ બધું હોવા છતાં ભક્તિ વિનાનો માણસ કેવો લાગે છે જેમ પાણી વિનાના વાદળ હોય. જેમણે માતા સીતાની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. ગીધ રાજા જટાયુ જે હાલમાં એક પક્ષી છે – શ્રી રામ કર્મોથી જોયું અને પિતાતુલ્ય બોધ સાથે તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ સૂચક છે કે, શ્રીરામ માટે માત્ર કર્મ જ મહત્ત્વપૂર્ણ છે, બાકીનું અર્થહીન છે.
રાવણ કોણ હતો? તેઓ પુલસ્ત્ય કુળમાં જન્મેલ બ્રાહ્મણ, પ્રકંડ પંડિત, મહાપ્રતાપી, મહાન શિવભક્ત, સોનાની લંકાના સર્વશક્તિમાન સ્વામી, પરંતુ તે આચરણથી ભ્રષ્ટ, લંપટ અને કામુક હતો. તેથી જ હનુમાનજીએ અધર્મનું પ્રતીક લંકાનું દહન કર્યું તો શ્રીરામે રાવણનો વધ કર્યો.
ઉપરોક્ત પ્રસંગથી શીખવાનું એ કે આધ્યાત્મિક મૂલ્યો અને સામાજિક વ્યવસ્થાના રક્ષણ માટે સંસ્કારી સમાજે પદ, કદ, વર્ગ વગેરેની ચિંતા કર્યા વિના આ જીવન મૂલ્યોના દુશ્મનોને સજા આપવી જોઈએ. જો વર્તમાન સંદર્ભમાં આ મૂલ્ય પુન:સ્થાપિત કરવામાં આવે તો આપણે સૌ સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીશું.
શ્રીરામ હંમેશાં ગૌરવના પરિઘમાં રહ્યા તેથી જ તેઓ મર્યાદાપુરુષોત્તમ કહેવાયા. રાજધર્મની કિંમત છે શ્રીરામે ચૂકવી છે. જ્યારે તેઓ અયોધ્યાના રાજા બન્યા ત્યારે તેમના માટે પ્રજા સર્વોપરી હતી અને બાકીના અંગત સંબંધો ગૌણ બની ગયા હતા. એક ધોબીના કહેવા પર પ્રિય સીતાનો ત્યાગ કર્યો.
ઉ.પ્ર. જાગરણના સંપાદકીય લેખમાં અરુણ લખે છે કે, મહર્ષિ વાલ્મીકિ રામાયણમાં શ્રીરામ કહે છે, પ્ટ્ટ્રૂ્રૂળઠૃ ટૂ બળજ્ઞઇંળણર્ળૈ ઠ્ઠ્રૂઞર્ળૈ લટ્ટ્રૂ ર્લૈહર્રૂીં ઈક્ષજ્ઞષજ્ઞ ખળરુક્ષ રૂેડજ્ઞવિ પ્રુમયધ્ટિં વળ્ટળયણપ્ર॥ અર્થાત્ – મેં ત્રણેય લોકના જીવોને વિશ્ર્વાસ અપાવવા માટે એકમાત્ર સત્યનો આશ્રય લઈને વિદેહ કુમારી સીતાને અગ્નિમાં પ્રવેશતા રોકવાનો પ્રયાસ કર્યો નથી.
ઇન્ડિયા ફાઉન્ડેશનનાં નિવેદિતા તિવારી પોતાના શોધમાં લેખમાં જણાવે છે કે, જો આપણે સામાજિક સમરસતાના દૃષ્ટિકોણથી જોઈએ તો ત્યાં પણ રામચરિત માનસ આપણને પ્રતિબિંબ અને માર્ગ બંને તરીકે જોવા મળે છે. પ્રતિબિંબ એ આપણા વ્યક્તિત્વનું અને તેને અનુરૂપ કાર્ય તેમજ સામાજિક યોગદાનના વાસ્તવિક સ્વરૂપના માર્ગને સમજવા કે સમાજ તરીકે ભટકી રહ્યો નથી ને? જો હા તો તેમાંથી આપણે સાચો રસ્તો પસંદ કરી તેના પર ચાલવાનું સાહસ-સામર્થ્ય એકત્ર કરી શકીએ.
આ ક્રમમાં શ્રીરામને સમજાવવા તેમને પાછા લેવા માટે ચિત્રકૂટ જતી વખતે ભરત નિષાદરાજને મળે છે ત્યારે સંવાદિતા અને ગૌરવનું અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે પછી નિષાદ પોતાનું નામ કહે છે – “ડજ્ઞરુઈં ડક્ષ્ફિ ટજ્ઞ ઇંરુવ રુણઘ ણળપ (॥ ૩॥ બાલકાંડ (એ કહેવા માટે કે હું નીચી જાતિનો છું) અને ભરતની તેના પર પ્રતિક્રિયા સમરસતાનો પુરાવો આપે છે જ્યારે તે પોતાનો રથ છોડીને ખૂબ પ્રેમથી તેની તરફ જાય છે ” ફળપ લઈંળ લૂરુણ શ્ર્નર્રૂૈડણ ટ્ટ્રૂળઉંળ, ખબજ્ઞ ઈટફિ ઈપઉંટ અણૂફળઉંળ ॥૪॥
” ઇંફટ રુણરળડ ર્ડૈજમટ ક્ષળઇૃ, પ્જ્ઞપરુવ ધફટ બધ્વિ ઈફ બળઇૃ
ધૂચબ ધફટ ટળરુવ અરુટ પ્ટિિ, બળજ્ઞઉં રુલવળવિ પ્જ્ઞપ ઇંઇ ફબિિ
અને તેની અણધારી પરાકાષ્ઠા ત્યારે થાય છે જ્યારે ચિત્રકૂટમાં નિષાદ નીચી જાતિના હોવાને કારણે ભય અને સંકોચને લીધે દૂરથી જ નમસ્કાર કરે છે અને મુનિ વશિષ્ઠ (એક બ્રાહ્મણ તરીકે જે તે સમયે ઉચ્ચ અને વધુ પ્રતિષ્ઠિત હોવાની કલ્પના ન કરી શકાય) નિષાદરાજને ગળે મળે છે. –
” પ્જ્ઞપ ક્ષૂબઇં ઇંજ્ઞમચ ઇંરુવ ણળપુ ઇંતધ્વ ડક્ષ્ફિ ટજ્ઞ ર્ડૈજ પ્ણળપ,
ફળપલઈંળ ઋરુર રૂફરૂલ ધૂચળ પરુવ બૂછટ લણજ્ઞવ લપજ્ઞટળ ॥૩॥
આ સામાજિક સદભાવ નિષાદ પૂરતું જ મર્યાદિત નથી વધુમાં શ્રી રામચરિતમાનસ પણ જનજાતિને સમાજનો અભિન્ન અને આદરણીય ભાગ બનાવે છે જ્યારે ગોસ્વામી તુલસીદાસજી કિષ્કિંધામાં શ્રી હનુમાનજીના માધ્યમથી ભગવાન રામ સાથે વનરાજા સુગ્રીવનો પરિચય કરાવે છે અને તેમની સાથે મિત્રતાની વિનંતી કરે છે –
” ણળઠ યેબ ક્ષફ ઇંરુક્ષ ક્ષરુટ ફવઇૃ,…. ટજ્ઞરુવ ર્લૈઉં ણળઠ પ્રૂઠ્ઠિ ઇંતઘે
માનસમાં કિષ્કિંઘાકાંડનો સંદર્ભ રાખવાની પૃષ્ઠભૂમિમાં ગોસ્વામીજીએ માત્ર મિત્રતાનું જ વર્ણન નહિ, પરંતુ તે દ્વારા તેઓ કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે રાજા (શાસક)ને કોઈ પણ મોટા કાર્યની સફળતા માટે (પછી તે શત્રુ વિજય અથવા અન્ય કોઈ મોટું સામાજિક-રાષ્ટ્રવ્યાપી અભિયાન) જનભાગીદારી અતિ આવશ્યક છે. માનસના ઉપરોક્ત પ્રસંગો આ વાતની પ્રમાણમાં પુષ્ટિ કરે છે કે સામાજિક સમરસતા દ્વારા રાષ્ટ્રીય એકીકરણ એ રામચરિતમાનસનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ્ય છે.
ડૉ. રાજલક્ષ્મી કૃષ્ણન પોતાના એક શોધ લેખમાં જણાવે છે કે, વસુધૈવ કુટુંબકમની ભાવનાથી રામના પ્રેરક પ્રસંગોથી શીખીએ છીએ. તેથી જ વર્તમાન સંદર્ભમાં રામનું જીવન દરેક ક્ષણે ક્ષણે આપણને પ્રેરણા આપતું રહે છે. મૈથિલીશરણ ગુપ્તાએ શ્રીરામને શક્તિમાં માર્ગદર્શક તરીકે દર્શાવ્યા છે. તેઓ એક આજ્ઞાકારી પુત્ર, દલિતોના ઉદ્ધારક, એક આદર્શ ભાઈ અને પત્નીવ્રતા અને આદર્શ નેતા હતા. આજ સુધી ભારતમાં તેમના જેવો કોઈ આદર્શ પુરુષ થયો નથી અને થશે પણ નહીં.
શ્રીરામ આજે પણ એટલા જ પ્રાસંગિક : શ્રીરામની કાર્યપદ્ધતિનું બીજું નામ ‘લોકશાહી’ છે. તેમની કાર્યપદ્ધતિને સમજતા પહેલા ‘શ્રીરામ’ને સમજવાની જરૂર છે. શ્રીરામ એટલે સંસ્કૃતિ, ધર્મ, રાષ્ટ્રીયતા અને બહાદુરી. એક રીતે કહી શકાય કે તો ‘અધ્યાત્મ ગીતા’ની શરૂઆત શ્રીરામના જન્મથી થાય છે અને ‘શ્રીકૃષ્ણ’ના રૂપમાં સમાપ્ત થાય છે. જે સામાન્ય માણસ તરીકે જીવવા માટે એ ‘તત્વ’, ‘આદર્શ’, ‘નિયમો’ અને સંકલ્પનાઓના સુમેળનું નામ શ્રીરામ છે.
એક માનવ ને એક ‘માનવ’ શ્રેષ્ઠ બનાવી શ્રેષ્ઠતમ બનવું – તેનું વાસ્તવિક ઉદાહરણ શ્રીરામ છે. ’નર’માંથી ‘નારાયણ’ કેવી રીતે બનવું તે તેમના જીવનમાંથી શીખી શકાય છે. એક તરફ તેમનો ‘આદર્શ’ આપણા મનને જીવનની ઊંચાઈઓ પર પહોંચાડે છે, તો બીજી તરફ તેમની ‘નૈતિકતા’ માનવ મનને સકારાત્મક ઊર્જા આપે છે. તેમનું દરેક કાર્ય આપણા અંત:કરણને જાગૃત કરે છે અને આપણો આત્મવિશ્ર્વાસ વધારશે.
એકબીજામાં ભાઈચારો, સંબંધો સાચવવાની કળા અને માનવ કલ્યાણ કેવી રીતે થાય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ તેમની સમગ્ર કાર્યશૈલી છે. ‘રામરાજ્ય’ સ્થપાય એવી દરેક યુગની ઈચ્છા છે. મહાત્મા ગાંધીએ પણ આપણા દેશમાં રામરાજ્ય સ્થાપવાની કલ્પના કરી હતી કારણ કે શ્રીરામ ‘ન્યાય’, ‘સમાનતા’ અને ‘બંધુત્વ’ની ભાવનાને કારણે ‘રામરાજ્ય’ના દાતા છે. ગાંધીજી પણ ઇચ્છતા હતા કે, આપણા દેશના નાગરિકો ‘નૈતિક’, ‘પ્રામાણિક’ અને ‘ન્યાયી’ બને. જે દેશના નાગરિકોમાં આ ગુણો હશે, ત્યાં રામરાજ્ય ચોક્કસપણે સ્થાપિત થશે.
દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના પુત્રમાં શ્રીરામના તમામ ગુણો હોય. દરેક પત્ની ઈચ્છે છે કે તેનો પતિ શ્રીરામની જેમ ‘આદર્શ’ બને. અનેક યુગ વીતી ગયા પછી પણ શ્રીરામના આદર્શોને આજે સુસંગત છે. સત્ય એ છે કે, શ્રીરામના આદર્શો આપણા ભારતીયો માટે અખૂટ સંપત્તિ છે. શ્રી રામની કાર્યપદ્ધતિ કલયુગમાં પણ પ્રાસંગિક છે કારણ કે આજે વિશ્ર્વભરમાં ‘આતંકવાદી’ શક્તિઓ માથું ઉંચી કરી રહી છે. વધતી અરાજકતા, યુદ્ધો અને આતંકવાદી શક્તિઓને નષ્ટ કરવાની સાચી શક્તિનું નામ શ્રી રામ છે. શ્રીરામે આસુરી શક્તિઓનો નાશ કરીને ધર્મની રક્ષા કરી.
શ્રીરામનું જીવન મનુષ્યોને પ્રેરણા આપે છે કે – ‘લોભ’ અને ‘બીજાની સંપત્તિ’ આપણને ક્યારેય સુખ આપતા નથી. સામાન્ય માણસને ખોટા ભ્રમના જાળમાં ફસાતા અટકાવવામાં શ્રીરામના ‘આદર્શ’ અને ‘પદ્ધતિ’ આજે પણ સાચો માર્ગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -