ભારતી અને હર્ષના દીકરાનો ચહેરો જોયો કે નહીં?

ફિલ્મી ફંડા

કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતા હોય છે. પોતાના રમૂજી અંદાજથી દર્શકોને હસાવતા રહે છે. હાલમાં જ તેમણે પોતાના ચાહકોને મોટી ભેટ આપી છે. સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર ભારતી અને હર્ષ લિંબાચિયાએ તેમના દીકરા ગોલાની પહેલી વાર તસવીર શેર કરી છે.

ચાહકો તેમના દીકરા પર ભરપૂર પ્રેમ લૂંટાવી રહ્યા છે. ભારતીએ ત્રીજી એપ્રિલે દીકરાને જન્મ આપ્યો હતો. બાળકને જન્મ આપ્યા બાદ 12 દિવસમાં ભારતી કામે ચડી હતી. તેઓ યુટ્યુબ વીડિયોના માધ્યમથી પોતાના જીવનની ઝલક દેખાડતા રહે છે અને દર્શકોનું મનોરંજન પૂરું પાડતા રહે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.