ભારત બંધ: કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષોનું બંધને સમર્થ , રેલવે, માર્ગ વાહન વ્યવહાર, શિક્ષણ સેવાને વ્યાપક અસર

ટૉપ ન્યૂઝ

કેન્દ્ર સરકારની સેનામાં ભરતી માટેની મહત્વકાંક્ષી અગ્નિપથ યોજનાનો ઘણા રાજ્યોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અનેક સંગઠનોએ આજે ​​ભારત બંધનું એલાન આપ્યું છે. જેને ધ્યાનમાં રાખીને રેલવેએ આરપીએફ અને જીઆરપીને એલર્ટ મોડ પર રાખ્યા છે. સરકાર દ્વારા તોફાનીઓ વિરુદ્ધ ગંભીર ગુનાઓની કલમો હેઠળ કેસ નોંધવાના આદેશ આપવામાં આવ્યા છે. બંધને ધ્યાનમાં લઈને ટ્રેન વ્યવહારને માઠી અસર અહોંચી છે. ત્યારે ઘણા રાજ્યોમાં શિક્ષણકાર્ય બંધ રાખવામાં આવ્યું છે.

કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષો આ બંધને સમર્થન આપ્યું છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે આ યોજના સામે આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આજે કોંગ્રસના નેતાઓ દિલ્હીના જંતરમંતર મેદાનમાં સત્યાગ્રહ પર ઉતરશે આને સાંજે રાષ્ટ્રપતિને આવેદન પત્ર અપાશે.

ભારત બંધને ધ્યાનમાં રાખીને બિહાર, યુપી, ઝારખંડ સહિત ઘણા રાજ્યોમાં તમામ શાળાઓને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિહારમાં આજે સોમવારે યોજાનાર સીએમ નીતિશ કુમારનો જનતા દરબાર પણ રદ કરવામાં આવ્યો છે.

અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે ૧૮૧ મેલ એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. આ સાથે ૩૪૮ પેસેન્જર ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. રેલ્વે મંત્રાલયે જણાવ્યા પ્રમાણે કે આ સિવાય ૪ મેલ એક્સપ્રેસ અને ૬ પેસેન્જર ટ્રેન કેન્સલ અથવા અસ્થાયી રૂપે રદ કરવામાં આવી છે. અગ્નિપથ યોજના પર ચાલી રહેલા વિરોધ વચ્ચે, પૂર્વ રેલવેએ કોલકાતા અને બંગાળના અન્ય વિસ્તારોને જોડતી તમામ ટ્રેનો રદ કરી દીધી છે. તે જ સમયે, મહારાષ્ટ્રના બાંદ્રા અને ગુજરાતના અમદાવાદથી બિહાર જતી તમામ ટ્રેનો પણ રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર આવી રહેલા આ સમાચારોને કારણે વહીવટીતંત્ર એલર્ટ પર છે. AISA અને RYA જેવા  વિદ્યાર્થી સંગઠનોએ આજે ચક્કા જામને સમર્થન આપ્યું છે. બિહારમાં મુઝફ્ફરપુરમાં ભારત બંધને લઈને સ્થાનિક પ્રશાસને એલર્ટ જાહેર કર્યું છે.

દિલ્હીમાં ભારત બંધને ધ્યાનમાં રાખીને પોલીસે ચેકપોસ્ટ ગોઠવી દીધી છે, જેના કારણે વાહનોને રોકીને ચેક કરવામાં આવી રહ્યા છે. દરમિયાન સોમવારે સવારથી દિલ્હી-નોઈડા-દિલ્હી ફ્લાયવે, મેરઠ એક્સપ્રેસ વે, આનંદ વિહાર, સરાઈકાલે ખાન, પ્રગતિ મેદાન અને દિલ્હીના અન્ય ભાગોમાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. નોઈડા ગેટથી જીઆઈપી મોલ સુધી ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.