Homeટોપ ન્યૂઝBharat Jodo Yatra: ઈન્દોરમાં રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ પ્રશાસનમાં...

Bharat Jodo Yatra: ઈન્દોરમાં રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ પ્રશાસનમાં ખળભળાટ

ભારત જોડો યાત્રા પર નીકળેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઈન્દોરમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. જુની ઈન્દોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મીઠાઈની દુકાનમાંથી ધમકીભર્યો પત્ર મળી આવ્યો હતો. હાલ પોલીસ નજીકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે પત્ર છોડનાર વ્યક્તિને શોધી રહી છે.
મળતી માહિતી મુજબ, જુની ઈન્દોર વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનમાં એક અજાણ્યો શખ્સ એક પત્ર મૂકી ગયો હતો. જ્યારે દુકાનના માલિકે આ જોયું તો તેણે પત્ર પોલીસને સોંપ્યો. આ પત્રમાં રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રાના ભાગરૂપે ઈન્દોરની ખાલસા કોલેજમાં રોકશે તો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
ઇન્દોર પોલીસે ધમકીભર્યા પત્રની પુષ્ટિ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ પત્ર ઉજ્જૈનથી આવ્યો હતો. આ પત્રમાં એક વિધાનસભ્યના નામનો પણ ઉલ્લેખ છે.
24 નવેમ્બરના રોજ રાહુલ ગાંધી અને પદયાત્રીઓ ઈન્દોરના ખાલસા સ્ટેડિયમમાં રાત્રિ રોકાણ કરશે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન અસામાજિક તત્વો તોફાન કરી શકે છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular