આજથી કોંગ્રેસની મહત્વકાંક્ષી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3,570 કિલોમીટર લાંબી ભારત જોડો યાત્રા શરુ થવા જઈ રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાનો શુભારંભ કરાવવા તમિલનાડુના શ્રીપેરમ્બદુર પહોંચ્યા. અહીં તેમણે તેમના સ્વર્ગસ્થ પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વહેલી સવારે તેમણે પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. અહીંથી રાહુલ ગાંધી કન્યાકુમારી પહોંચશે. યાત્રાની શરૂઆત પહેલા રાહુલ ગાંધી કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ, તિરુવલ્લુવર સ્ટેચ્યુ અને કામરાજ મેમોરિયલની પણ મુલાકાત લેશે. રાહુલ ગાંધી કન્યાકુમારીમાં એક મેગા રેલીથી કરશે.
પિતાને શ્રદ્ધાંજલિ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘નફરત અને વિભાજનની રાજનીતિને કારણે મેં મારા પિતાને ગુમાવ્યા. હવે ફરીથી હું મારા પ્રિય દેશને ગુમાવીશ નહીં. પ્રેમ નફરત પર વિજય મેળવશે. આશા ભયને હરાવી દેશે. સાથે મળીને આપણે આગળ વધીશું.’

“>

આ ભારત જોડો યાત્રાની શરૂઆત પહેલા કોંગ્રેસે બુધવારે કહ્યું કે ‘આ યાત્રા ભારતીય રાજકારણમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે અને એક નવી શરૂઆત હશે’. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કર્યું, ‘7 સપ્ટેમ્બર 2022 એ દિવસ હશે જ્યારે દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી અત્યાર સુધીની સૌથી લાંબી પદયાત્રા પર નીકળશે. આજનો દિવસ શાંત ચિંતન અને નવા સંકલ્પનો દિવસ છે.’ તેમણે કહ્યું, “ભારતીય રાજકારણમાં આ એક વળાંક છે. નવી શરૂઆતનું પ્રતીક છે.”
કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા જયરામ રમેશે કહ્યું કે, ‘આ ભાષણો અને જાહેરાતોથી ભરેલી યાત્રા નહીં હોય. આ યાત્રાનો હેતુ આર્થિક અસમાનતા, સામાજિક ધ્રુવીકરણથી તૂટેલા ભારતને એક કરવાનો છે.’
નેતાઓમાં અસંતોષ અને પક્ષ છોડ્યા પછી ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસના નેતા શશિ થરૂરે કહ્યું હતું કે, પક્ષની મહત્વાકાંક્ષી ‘ભારત જોડો યાત્રા’ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ‘કોંગ્રેસ જોડો’નો ઉદ્દેશ્ય પણ પ્રાપ્ત કરી શકાશે. પક્ષના પુનરુત્થાનમાં મદદ થશે.
નોંધનીય છે કે હાલ દેશમાં ફેલાયેલા નફરતના વાતાવરણની સામે પ્રેમ અને ભાઈચારાની ભાવના ફેલાવવાના મકસાદથી કોંગ્રેસ આ ભારત જોડો યાત્રા કરી રહી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી લોકોને જોડવા માટે ભારત જોડો યાત્રા શરૂ કરશે. ભારત જોડો પદયાત્રા દરરોજ 25 કિમીનું અંતર કાપશે અને 150 દિવસમાં 3570 કિમીની મુસાફરી કરીને કન્યાકુમારીથી કાશ્મીર પહોંચશે.
આ યાત્રામાં ત્રણ પ્રકારના યાત્રીઓ જોડાશે:
ભારતયાત્રી- પદયાત્રામાં રાહુલ ગાંધી સાથે 100 મુસાફરો હશે, જેઓ શરૂઆતથી અંત સુધી તેમની સાથે ચાલશે. તેમને ભારતયાત્રી કહેવામાં આવશે.
રાજ્ય યાત્રી- જે રાજ્યોમાંથી આ યાત્રા પસાર થશે તેમાં 100-100 લોકો સામેલ થશે. જેઓ રાજ્યના પ્રવાસી કહેવાશે.
અતિથી યાત્રી- જે રાજ્યમાંથી આ પ્રવાસ પસાર નથી થતી ત્યાંથી 100-100 લોકો જોડાઈ શકે છે. આ લોકોને અતિથી યાત્રી કહેવામાં આવશે.

Google search engine