ભારત ગાંવ મેં બસતા હે

150

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

ભારત દેશ જ્યાં કહેવાય છે કે ૭૦% લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે. સ્વાભાવિક છે કે આટલી મોટી જનસંખ્યા કોઈપણ કુશળ વેપારી અને રાજકીય પાર્ટી માટે ઘણીબધી તકો ઊભી કરી શકે. આ માર્કેટ જેટલી મોટી છે તેટલી જટિલ પણ છે. કોઈપણ મોટી કે નાની બ્રાન્ડ આજસુધી છાતી ઠોકીને કહી ના શકે કે અમે રૂરલ અર્થાત ગ્રામીણ માર્કેટ સંપૂર્ણપણે સમજી લીધી છે અને ત્યાં વેપાર કરવો અમારા માટે આસાન છે. મોટા વેપારીઓ અને બ્રાન્ડ માટે જેટલું સરળ શહેરી માર્કેટ કેપ્ચર કરવું છે તેટલું સરળ ગ્રામીણ માર્કેટ નથી.
એવી માન્યતા છે કે ગ્રામીણ માર્કેટમાં ઋખઈૠ કંપનીઓ માટે વધારે તકો હોય છે પણ આજની તારીખે ઇનફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ટેકનોલોજીના સહારે બીજી ઘણી કેટેગરી ગ્રામીણ માર્કેટમાં પોતાને પ્રસ્થાપિત કરવા કમર કસી રહી છે. રોજબરોજના જીવનમાં વપરાતી ગૃહોપયોગી વસ્તુઓનું મોટાભાગે વેચાણ ગ્રામીણ માર્કેટને આભારી છે. પરંતુ તેઓની ખરીદ શક્તિનો સંપૂર્ણ આધાર વરસાદ અને ખેત પેદાશ પર છે અને આથી આ માર્કેટમાં ઘણીવાર અનિશ્ર્ચિતતા જોવામાં આવે છે. એક સર્વેક્ષણ અનુસાર ઋખઈૠ સેક્ટર ગ્રામીણ અને સેમી અર્બન માર્કેટમાં ૨૦૨૫ સુધી ઞજ ૧૦૦ બિલિયનને આંબી જશે. આજની તારીખે ડાબર અને યૂનીલીવર જેવી કંપનીઓનું કુલ વેચાણનો સારો એવો હિસ્સો ડોમેસ્ટિક રેવેન્યૂ ગ્રામીણ સેલ્સને આભારી છે. અને બીજી ઘણી કંપનીઓ ૩૦-૩૫% રેવેન્યૂ આ માર્કેટમાં નોંધાવે છે.
જ્યારે બ્રાન્ડને આવી અમૂલ્ય તકો મળે આવા બહોળા વિસ્તારમાં વિસ્તરવાની ત્યારે તેઓ પોતાની બધી તાકાત આ માર્કેટને પોતાની તરફ આકર્ષવા લગાવી દે છે.
આપણે જાણીએ છીએ કે ગ્રામીણ અને અર્બન બંને માર્કેટ અલગ છે. ગ્રામીણ માર્કેટમાં બ્રાન્ડને પ્રમોટ કે પછી પ્રસ્થાપિત કરવી પોતાનામાં એક મોટો પડકાર છે. ગ્રામીણ માર્કેટ આજે બધા વિસ્તારોમાં અર્બન માર્કેટની સમીપ આવી રહી છે છતાં પણ આ માર્કેટમાં અમુક મુશ્કેલીઓનો બ્રાન્ડ આજે પણ સામનો કરે છે. સૌથી મોટી મુશ્કેલી બ્રાન્ડ માટે એટલે ડિસ્ટ્રિબ્યૂશન અને રીટેલ આઉટલેટની ખામી. બીજું ઘણી બ્રાન્ડ પોતે જે વ્યૂહરચના અર્બન માર્કેટ માટે અપનાવે છે તેજ વ્યૂહરચના ગ્રામીણ માર્કેટ માટે અપનાવે છે અને તેનું પરિણામ જોઈયે તેવું નથી આવતું. જે સફળતા અર્બન માર્કેટમાં મળી હોય તે સફળતા ગ્રામીણ માર્કેટમાં નથી મળતી. ગ્રામીણ ક્ધઝ્યુમર જલ્દીથી કોઈ વ્યક્તિ કે બ્રાન્ડનો વિશ્ર્વાસ નથી કરતી આ અગત્યનો પડકાર બ્રાન્ડ માટે છે. આથી જે બ્રાન્ડ ગ્રામીણ માર્કેટમાં પગ પેસારો કરવા માંગતી હોય તેણે ગ્રામીણ ક્ધઝ્યુમરની ક્ધઝમ્પશન પેટર્ન, તેનો ટેસ્ટ અને તેઓની જરૂરીયાતોને પ્રોડક્ટ પ્લાનિંગના તબક્કે સમજવી જરૂરી છે જેથી પ્રોડક્ટ તેઓને અનુરૂપ બનાવી શકાય. ઉદાહરણ તરીકે આજે આપણે જે નાના નાના તેલ, શેમ્પુ સોસેજિસના “સેશે નો ઉપયોગ કરીએ છીએ તે ગ્રામીણ માર્કેટને આભારી છે. અર્બન માર્કેટમાં ખરીદી શક્તિના આધારે તેઓ મોટા પેકિંગમાં ખરીદી રાખી મૂકે છે. પણ ગ્રામીણ માર્કેટમાં ક્ધઝ્યુમરની ખરીદી શક્તિને ધ્યાનમાં રાખી નાના પેકિંગમાં “સેશે માં તેજ પ્રોડક્ટ વેચવાની વ્યૂહરચના સફળ થઈ.
બીજી અગત્યની વાત બ્રાન્ડ માટે એટલે ક્ધઝ્યુમરનો ભરોસો જીતવો અને તેના માટે તેના જીવનનો બારીકાઇથી અભ્યાસ જરૂરી છે. તેના જીવનમાં શું ખૂટે છે અને તમે તેના જીવનને બહેતર કેવીરિતે બનાવી શકો છો તેનો વિશ્વાસ તેને આપવો પડશે. આપણે જાણીયે છીયે કે ગ્રામીણ લોકોમાં ભણતરનું સ્તર અને સ્વચ્છતાનો અભાવ મોટા પાયે જોવામાં આવે છે. જો બ્રાન્ડ આવા બીજા મુદ્દાઓને શોધી તેનું નિરાકરણ કરશે તો તેઓને તે બ્રાન્ડ પર ભરોસો બેસશે અને બ્રાન્ડ તેના જીવનમાં સ્થાન પામશે.
ઉદાહરણ તરીકે યૂનીલીવરે સ્વચ્છતાના અભાવને મોટા પાયે મુદ્દો બનાવી, તેઓને તેનાથી માહિતગાર કરી, તેનાથી થતાં રોગોની જાણ આપી સજાગ કર્યા. અને પોતાના પ્રોડક્ટ કેવી રીતે આની સામે લડવા મદદગાર છે તે સમજાવી તેમના જીવનમાં સ્થાન પામી રહ્યા છે. ટૂંકમાં બ્રાન્ડને ગ્રામીણ માર્કેટમાં પ્રમોટ કરતા પહેલા તેઓનો વિશ્ર્વાસ જીતવો જરૂરી છે.
ગ્રામીણ માર્કેટમાં બ્રાન્ડને પ્રમોટ કરવા માટે એડવર્ટાઇઝિંગ અને પ્રમોશનનાં માધ્યમો પણ અલગ છે. ગ્રામીણ માર્કેટમાં પગપેસારો કરવા અને બ્રાન્ડને પ્રમોટ કરવાનું મહત્વનું માધ્યમ એટલે “હાટ. આજે ભારત આખામાં લગભગ ૪૦,૦૦૦ થી વધારે “હાટ નું આયોજન થાય છે જ્યાં ગ્રામીણ લોકો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા આવે છે. હાટ, વેચાણની સાથે તેમના જીવનમાં મનોરંજન પણ પૂરુ પાડે છે. લગભગ હરેક વ્યક્તિ હાટ અને વીક્લી બજારને પોતાના જીવનનો હિસ્સો ગણી હાજરી આપે જ છે.
બીજું મહત્ત્વનું મધ્યમ એટલે “સરપંચ. આજની તારીખે પણ ગામનો મોભી જેમ કે એમ થાય અને તેથી જ સરપંચ કે ગામનો મુખ્યા પણ બ્રાન્ડ પ્રમોશન માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેના શબ્દને ગામલોકો માન આપે છે અને અંતિમ માને છે. સરપંચ અને મુખ્યાનો શબ્દ આજે ઘણી બ્રાન્ડ માટે ગ્રામીણ ક્ધઝ્યુમરના જીવનમાં વિશ્ર્વસનીયતા ઉભી કરે છે. આ ઉપરાંત વોલ પેંટિંગ, વેન બ્રાંડિંગ જેમાં વેન આખા વિસ્તરમાં ફરે જેમાં બ્રાન્ડના વેચાણ અને પ્રમોશન સાથે મનોરંજન પણ પીરસે છે જેથી લોકોને આકર્ષી શકાય. ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ આ માર્કેટ માટે વધુ અસરકારક છે કારણ તે મનોરંજનની ગરજ સારે છે.
ઘણી બ્રાન્ડ શાળામાં જઈ બાળકો સાથે વાર્તાલાપ કરે છે. તેઓને સ્વચ્છતા, શિક્ષણની જરૂરિયાત, બચતનું મહત્ત્વ જેવા વિષયો સમજાવે છે. આ બાળક ઘરે જઈ પોતાનાં માતા-પિતા સાથે આ વિષે વાતો કરે છે. આથી બાળક બ્રાન્ડ માટે ઇન્ફ્લુએન્સરનું કામ કરે છે. બાળક ભણતુ હોવાથી શાળામાંથી સંદેશ આવ્યો છે એમ સમજી તેની મહત્તા વધે છે. બ્રાન્ડ આરીતે પણ તેના જીવનમાં પ્રવેશી વિશ્ર્વાસ જીતે છે.
આગળ જણાવ્યા મુજબ તેઓની આમદનીની અનિશ્ર્ચિતતાના કારણે તેમનામાં બચતની આદત મોટાભાગે નથી હોતી. આવા સમયે બૅન્કિંગ, ઇન્સ્યોરન્સ, મ્યૂચ્યૂઅલ ફંડ, કંપની માટે ફાઇનાન્શિયલ લીટ્રસીની સમજ આપી, બચતના ફાયદાઓ જણાવી ફાઇનાન્શિયલ કંપની માટે ભરપૂર તક છે આ માર્કેટને ટાર્ગેટ કરવાની અને પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવાની.
આજે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે, મોબાઇલ ફોન્સ અને ઇંટરનેટ ઘરે ઘરે જોવા મળે છે, વીજળી પણ મોટા ભાગનાં ગામોમાં આવી ગઈ છે; આવા સમયે અર્બન અને ગ્રામીણ માર્કેટ વચ્ચેની ખાઈ ઓછી થતી જશે. મોબાઇલ અને ઇંટરનેટ જે આજે મોટો ભાગ ભજવી રહ્યું છે તેમના જીવનમાં તે હજુ વધુ મહત્ત્વનો ભાગ ભજવશે. આનો ઉપયોગ બ્રાન્ડ કરી રહી છે અને હજુ વધુ કરશે. મોબાઇલ એક મહત્વનું માધ્યમ બની ગયું છે બ્રાન્ડ પ્રમોશન માટે. ઈ-કોમ પ્લેટફોર્મ ડિસ્ટ્રિબ્યૂશનની ખોટને પૂરી કરશે. ગ્રામીણ ક્ધઝ્યુમર મીડિયા અને મોબાઇલના સહારે દેશ-વિદેશની નજીક આવી રહ્યો છે, તે સાચી અને ખોટી બ્રાન્ડની પરખ કરી શકે છે. બ્રાન્ડની કિંમત તે તેના જીવનમાં અનુભવી રહ્યો છે ત્યારે બ્રાન્ડ માટે ઉપર જણાવેલા માધ્યમો ઉપરાંત નવા તરીકાઓ અને માધ્યમો વિકસાવવા પડશે.
ગ્રામીણ માર્કેટની ક્ષમતાથી બધા વાકેફ છે ત્યારે યોગ્ય વ્યૂહરચના, ગ્રામીણ ક્ધઝ્યુમરની પૂરતી સમજ, તેઓની બદલાતી જીવનશૈલીને ધ્યાનમાં રાખી બ્રાન્ડ પોતાનું ટર્નઓવર અને નફો વધારી શકે છે અને આમ ગ્રામીણ માર્કેટ ખરા અર્થમાં બ્રાન્ડ માટે અમૂલ્ય ખજાનો સાબિત થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!