દેશભરમાં હાહાકાર મચાવનારો કોરોના વાયરસ હાલમાં નિયંત્રણમાં છે ત્યારે આ લડાઈ સામે વધુ એક હથિયાર સામેલ થયું છે. મળતી માગિતી અનુસાર ભારત બાયોટેકની નેસલ વેક્સિનને DCGIએ તાત્કાલિક વપરાશ માટે મંજૂરી આપી છે. આ વેક્સિન નાકથી આપવામાં આવશે અને તે ભારતની પહેલી વેક્સિન છે, એવી માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આપી હતી. આ ભારતમાં કોરોનાની પહેલી નેસલ વેક્સિન છે. અત્યાર સુધી આવી કોઈ વેક્સિન નહોતી. દેશમાં પહેલી વાર સરકારે સ્વદેશી વેક્સિનને મંજૂરી આપી છે. ભારત બાયોટેકની ChAd36-SARS-CoV-S કોવિડ-19 (ચિમ્પાન્ઝી એડેનોવાયરસ વેક્ટરેડ) પુનઃસંયોજક અનુનાસિક રસીને કટોકટીની સ્થિતિમાં મર્યાદિત ઉપયોગ માટે 18+ વય જૂથમાં માટે મંજૂરી આપવામાં આવી છે. નાકથી અપાતી કોરોના વેક્સિન ઘણી અસરકારક હોવાનો નિષ્ણાંતોનો મત છે. નસમાં અપાતી વેક્સિન કરતા નાક વાટે અપાતી વેક્સિનને કારણે વાયરસનો ત્વરિત ખાતમો થઈ જાય છે.

Google search engine