જી હા, હેડિંગ વાંચીને ચોંકી જવાની જરુર નથી. કદાચ તમને એવું પણ લાગે કે આ કઈ રીતે શક્ય છે, કારણ કે અત્યાર સુધી આપણે તો ભાખરવડી મહારાષ્ટ્રની જ દેન હોવાનું માની રહ્યા હતા. પણ હકીકત કંઈક અલગ જ છે, અને આજે આપણે એના વિશે જ વાત કરવાના છીએ અહીંયા, કે કઈ રીતે ગુજરાતથી નીકળીને ભાખરવડી પુણે પહોંચી અને ધીરે ધીરે આખા મહારાષ્ટ્રમાં પ્રખ્યાત થઈ ગઈ.
વર્તમાન સમયમાં મહારાષ્ટ્રીયન રંગે રંગાઈ ગયેલી ભાખરવડી મોદીના ગુજરાતની દેન છે. અત્યારે ભાખરવડી એટલે પુણેની જ અને તેમાં પણ ખાસ કરીને ચિતળેની જ એવી લોકોની સમજ છે. પણ પુણેમાં ભાખરવડી ચિતળે જ લઈ આવ્યા હતા. 1970માં ચિતળેને ભાખરવડી એ એટલી બધી ગમી ગઈ તે તેને મહારાષ્ટ્રના પુણેમાં લઈ આવ્યા અને આ રીતે ગુજરાતની ભાખરવડી મહારાષ્ટ્રની થઈ ગઈ….
ભાખરવડી ભલે ગુજરાતની પેદાશ છે, પણ પુણે જેવી ભાખરવડી ક્યાંય ખાવા નહીં મળે એ વાત પણ એટલી જ સાચી છે. હવે પરિસ્થિતિ એ છે કે ભાખરવડીની ઓળખ માત્ર પુણે પુરતી મર્યાદિત ના રહી હોઈ તેણે આખા મહારાષ્ટ્રમાં પગપેસારો કર્યો છે. એટલું ઓછું હોય તેમ પુણેકર પણ ભાખરવડી એ ગુજરાતની નહીં પણ મહારાષ્ટ્રની છે એવા ગુમાનમાં છાતી છપ્પનની કરીને ફરે છે. આજે બજારમાં અલગ અલગ પ્રકારની અને આકારની ભાખરવડી મળે છે. એટલે હવે જ્યારે પણ ભાખરવડી ખાવ ત્યારે તેના મૂળિયા ગુજરાતના છે એનું ગર્વ કરવાનું ચૂકશો નહીં, સ્વાદ ડબલ થઈ જશે જોજો ને તમ-તમારે….
… અને ગુજરાતની ભાખરવડી મહારાષ્ટ્રની થઈ ગઈ વાયા પુણે!!!
RELATED ARTICLES